________________
-
૨૨
શ્રીમની સલ્શિક્ષા
“શ્રીમદ્ રાજચંદ્ર' ગ્રંથ પ્રસિદ્ધ થયા છે, તેમાં મોટે ભાગે પત્ર અને કાવે છે; તે શ્રીમનાં આત્મઅનુભવ સહિત લખાયેલાં વચન ભવ્ય જીવોને સન્માર્ગ પ્રાપ્તિમાં પરમ ઉપકારક સશિક્ષા રૂપ છે. જીવનના અનેક પ્રસંગે મુમુક્ષુ જીવોને જ્યાં મૂંઝવણ ઊભી થયેલી તે વખતે તેમની મુશ્કેલીઓને હિતકારક સત્ય ઉકેલ કરી આપી માર્ગ સરળ રીતે પ્રાપ્ત થાય તેવી મદદ મળે અથવા પિતાની આત્મવિચારણાની પ્રસાદીથી મુમુક્ષુ જીવની મોક્ષમાર્ગમાં ઉન્નતિ થાય તેવાં વચનો નિષ્કારણ કરુણાથી તે મહાપુરુષે પ્રકાણ્યાં છે. તે મહાભાગ્યશાળી લેખક અને પરમ શ્રદ્ધાવંત મુમુક્ષુનાં અંતઃકરણમાં વહેતી ઉમિઓને યથાર્થ ઓળખ્યા વિના માત્ર મુમુક્ષુઓના પ્રશ્નના ઉત્તરે ઉપરથી કઈ અર્ધદગ્ધ અજાણ્યો તે વચનની કિંમત આંકવા જાય, તે બાળકને રત્ન આપ્યું હોય તે તે મુખમાં મૂકી તેના સ્વાદ ઉપરથી પરીક્ષા કરવા ધારે છે તેવી અજ્ઞાનને આધારે કપોળકલ્પિત કિંમત આંકી લે છે. પરંતુ જે જીવ યથાર્થ વૈરાગ્ય અને પુરુષના સમાગમથી
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org