________________
અંતિમ ચર્યા સંભળાવ્યું હતું. શ્રી દેવકરણજીએ પછી માતુશ્રીને કહ્યું: “માતુશ્રી, હવે આપ આજ્ઞા આપો, જેથી કૃપાળુદેવ (શ્રીમદ્દ ) સર્વવિરતિ ગ્રહણ કરે અને ઘણા જીવને ઉદ્ધાર કરે.”
માતુશ્રી બોલ્યા: “મને બહુ મેહ છે, તેમના ઉપરને મેહ મને છૂટ નથી. તેમનું શરીર સારું થયા પછી હું સર્વવિરતિ ગ્રહણ કરવા રજા દઈશ.” તે જ દિવસે શ્રીમદ્દ મુનિઓ પાસે ભાવસારની વાડીએ ગયા હતા. ત્યાં મેહનલાલજીએ પ્રશ્ન કર્યોઃ “મરણ સમયે આત્મપ્રદેશ ક્યા અંગમાંથી નીકળતા હશે?”
શ્રીમદે દષ્ટાંત આપી ઉત્તર આપ્યોઃ “નીકમાં પાછું ચાલ્યું જતું હોય અને નીક જ્યાંથી ફાટે, ત્યાંથી પાણી ચાલ્યું જાય. અમે મરણનું સ્વરૂપ તપાસી વાળ્યું છે કે આ સ્થિતિને જગતના જીવો મરણ કહે છે.” | મુનિઓ ભાવસારની વાડીથી વિહાર કરી સરસપુર ઉપાશ્રયમાં ગયા હતા. રાત્રે બાર વાગ્યા પછી શ્રી અંબાલાલભાઈને મુનિઓ પાસે જવાની આજ્ઞા થવાથી ત્યાં એકલા ગયા અને વાત કરી: “ આજે મારા પર પરમ ગુરુએ અપૂર્વ કૃપા કરી છે. મારો જે પ્રમાદ હતા, તે આજે નષ્ટ કર્યો છે; જાગ્રતિ આપી, મૂળ માર્ગ કે જોઈએ તે સંબંધે વ્યવહાર અને પરમાર્થ બન્નેનું સ્વરૂપ આજે કઈ અલૌકિક પ્રકારે સમજાવ્યું. પરમાર્થનું પિષણ થાય તેવા સદ્વ્યવહારનું સ્વરૂપ પણ કહ્યું.” એમ સવાર સુધી વાત કરી શ્રી અંબાલાલ પાછી શ્રીમદ્ પાસે ગયા હતા. - અમદાવાદમાં શ્રીમદે શ્રી દેવકરણજીને કહ્યું: “સભામાં અમે
સ્ત્રી અને લક્ષ્મી બને ત્યાગ્યાં છે; અને સર્વ–સંગપરિત્યાગની આજ્ઞા માતુશ્રી આપશે એમ લાગે છે.”
શ્રી દેવકરણજીએ કહ્યું: “અમારાં પૂર્વ પુણ્યને ઉદય થયો કે અમને આપની નિરંતર સેવાસમાગમ મળશે.”
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org