________________
૧૯૬
શ્રીમદ રાજચંદ્ર જીવનકાળ) શ્રીમદે કહ્યું: “અંતે એ પણ મૂકવાની છે.”
ફરી શ્રીમદ્દ સં. ૧૯૫૭માં અમદાવાદ આગાખાનને બંગલે પિતાનાં માતુશ્રી તથા પત્ની સહિત પધાર્યા ત્યારે મુનિઓ ચેમાસું પૂરું કરી અમદાવાદ આવ્યા હતા. “જ્ઞાનાર્ણવ” અને “સ્વામી કાર્તિ કેયાનુપ્રેક્ષા” નામે બે મોટા દિગંબરી ગ્રંથે હાથના લખેલા શ્રીમદ્ પાસે હતા. તે શ્રી લલ્લુજી સ્વામી અને શ્રી દેવકરણજીને માતુશ્રી દેવમાતા અને શ્રી ઝબકબાના હાથે વહોરાવ્યા હતા. તે વખતે સાથેના બીજા મુનિઓએ વિહારમાં પુસ્તકે ઊંચકવામાં પ્રમાદવૃત્તિ સેવેલી અને વૃત્તિ સંકેચેલી તે દોષે પોતે જાણી લઈને દૂર કરવાના ઉદ્દેશથી શ્રીમદ્દ બોલ્યાઃ “મુનિઓ, આ છે સ્ત્રી પુત્રાદિના ભાર વહ્યા છે, પણ પુરુષોની કે ધર્માત્માની સેવાભક્તિ, પ્રમાદરહિત, ઉઠાવી નથી.”
લક્ષ્મીચંદજીને શ્રીમદે કહ્યું: “તમારે શ્રી દેવકરણજી પાસે “જ્ઞાનાર્ણવ” ગ્રંથ તે વાંચે ત્યાં સુધી વિહારમાં ઊંચક, તેમજ “શ્રી કાર્તિકેયાનુપ્રેક્ષા” શ્રી લલ્લુજી વાંચે ત્યાંસુધી વિહારમાં મુનિ મોહનલાલજીએ ઊંચકવો.”
શ્રી દેવકરણુજીએ શ્રીમદને પૂછયું: “આ શરીર આવું એકદમ કેમ કૃશ થઈ ગયું ?”
શ્રીમદે ઉત્તર આપેઃ “અમે શરીરની સામે પડયા છીએ. ધરમપુરમાં રહી અપધ્યાહાર કરવાથી એમ દેખાય છે.” દરેકને આપેલા ગ્રંથે વાંચી વિચારી પરસ્પર બદલી લેવા અને બહુ વિચારવા ભલામણ પણ કરી હતી.
શ્રીમદે માતુશ્રી દેવમાતાને બાર વ્રત સંક્ષેપમાં લખી આપી. વ્રત લેવા મુનિઓ પાસે. શ્રી અંબાલાલભાઈ સાથે મોકલ્યાં હતાં; સાથે શ્રી ઝબકબા પણ હતાં. “શ્રી જ્ઞાનાર્ણવમાંથી બ્રહ્મચર્યને અધિકાર સંભળાવવા પણ સૂચના કરેલી તે પ્રમાણે શ્રી દેવકરણજીએ વાંચી.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org