________________
૧૮૨
શ્રીમદ રાજચંદ્ર જીવનકળા
ઉતાવળે વિહાર કરી વહેલા ઈડર પહોંચ્યા. મુનિશ્રી દેવકરણજી, વેલશી રખ, લક્ષ્મીચંદજી અને ચતુરલાલજી પાછળ ધીમે ધીમે આવવા લાગ્યા. ઈડર શ્રાવકના ઉપાશ્રયમાં શ્રી લલ્લુજી આદિ ઊતર્યા અને ડે. પ્રાણજીવનદાસના દવાખાના તરફ શ્રીમદ્દની શોધમાં શ્રી લલ્લુજી, ગયા. શ્રીમદ્દ સાથે શ્રી સોભાગ્યભાઈના ભાણ ઠાકરશી હતા તેમણે શ્રીમદુને કહ્યું: “પેલા મુનિ આવ્યા.”
શ્રીમદે ઠાકરશીને કહ્યું: “તેમને પરભાર્યા વનમાં લઈ જા. અહીં ન આવે.”
ઠાકરશીએ શ્રી લલ્લુજીને તે પ્રમાણે જણાવ્યું એટલે બન્ને વનમાં ગયા. પાછળ શ્રીમદ પણ આવ્યા. શ્રી લલ્લુજીને એક આંબાના વૃક્ષ નીચે શ્રીમદ્દ બોલાવી ગયા અને પૂછ્યું: “મોતીલાલે તમને શું કહ્યું હતું?”
શ્રી લલ્લુજીએ કહ્યું: “મેતીલાલને આપે પૂછેલું કે સાધુઓ ક્યાં જવાના છે? તેને ઉત્તર મેતીલાલે આપ્યો કે અમદાવાદ અગર ખંભાત જવાના છે. આપે કહ્યું કે ઠીક, અમે ઇડર નિવૃત્તિ અર્થે જવાના છીએ. તેથી દર્શન સમાગમની ઇચ્છાએ આ તરફ આપની નિવૃત્તિના વખતમાં વધારે લાભ મળશે એમ જાણી આવ્યા છીએ. મુનિ દેવકરણજી પણ પાછળ આવે છે. મારા અંતરમાં થયું કે મને પૂરે સમાગમ વસેમાં થયો નથી. ઘણા માણસોને પરિચય રહેવાથી વસમાં બરાબર લાભ અમારાથી લેવાયો નથી; તે હવે નિવૃત્તિમાં આપને સમાગમ વિશેષ થશે એમ ધારી આ તરફ આવવા વિચાર થયો એટલે આવ્યા છીએ. અમે વિહાર કર્યો ત્યારે દેવકરણજી કહે અમારે પણ લાભ લે છે. ઘણા દિવસ બેધ દીધા છે. તમારે આત્મહિત કરવું છે, તે શું અમારે નથી કરવું? આમ કહી તે પણ પાછળ આવે છે.”
આ સાંભળી શ્રીમદ્દ સહજ ખીજાઈને બોલ્યા: “તમે શા માટે
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org