________________
૧૫૪
શ્રીમદ રાજચંદ્ર જીવનકળા,
પ્રશ્ન કરે છેઃ
શિષ્યઃ હે! સલ્ફર, આત્મા નિત્ય છે એમ સમજાયું. પણ તે કર્મનો કર્તા હોય એમ લાગતું નથી; કર્મને કર્તા કર્મ હોઈ શકે એમ સમજાય છે.
સદ્દગુરુઃ જે ચેતનની પ્રેરણું ન હોય તે કર્મ કેણુ ગ્રહણ કરે? જડમાં તે પ્રેરણું કે ફૂરણાને ધર્મ જણાતો નથી. તેથી કંઈક કરી શકવાની શક્તિ કે પ્રેરણા ચેતનમાં જણાય છે અને તેથી કર્મને કર્તા છવ ઘટે છે.
શિષ્યઃ તે એમ માનવું પડશે કે જીવને સહજ સ્વભાવ કર્મ કરવાને છે.
સદગુરુ જે જીવ કર્મ ન કરે તે કર્મ થતાં નથી; જીવને કર્મ ન કરવાં હોય તે તેમ બની શકે છે માટે કર્મ કરવાં એ જીવને સહજ સ્વભાવ નથી; તથા કર્મ કરવાં એ છવધર્મ નથી કારણ કે પિતાને ગુણ હોય તે તે છુટી શકે નહીં.
- શિષ્યઃ આત્મા સદાય અસંગ સ્વરૂપે રહે છે; માત્ર પ્રકૃતિ કર્મ બંધ કરે છે તેથી જીવ અબંધ છે એમ માનવામાં કંઈ હરક્ત છે?
સદગુરઃ જે આત્મા અસંગ સ્વરૂપે એકાંતે હેાય તે તને તે સ્વરૂપે ભાસ જોઈએ પણ તેમ બનતું નથી તેથી કઈ રીતે તે અસંગ, નિરાવરણ સ્વરૂપે હાલ નથી એમ સમજાય છે. તેમજ નિશ્ચય નથી એટલે શુદ્ધ સ્વરૂપે આત્મા અસંગ છે પણ તેનું ભાન થયા વિના તે દશા પ્રાપ્ત થતી નથી.
શિષ્યઃ અથવા એમ માનીએ કે ઈશ્વરની પ્રેરણાથી કર્મ ગ્રહણ થાય છે તેથી જીવ તે અબંધ રહે છે એમ માનીએ તે કેમ?
સદગુરુઃ જગતને કર્તા કે જીવને કર્મ વળગાડનાર કોઈ ઈશ્વર સંભવત નથી; પરંતુ કર્મરહિત શુદ્ધ આત્મા થયા તે જ ઇશ્વર છે. જે શુદ્ધ આત્માને કર્મની પ્રેરણા કરનાર માનીએ તો ઈશ્વરને દોષવાળે,
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org