________________
શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર
૧૪૯ આવે તેવા વિચારથી ગુરુ-શિષ્યના પ્રશ્નોત્તરનું ટૂંકું વિવેચન અત્રે આપ્યું છેઃ
પ્રથમ ચુંવાળીસ ગાથાઓમાં પ્રાસ્તાવિક વિવેચન કર્યું છે. તેમાં આત્મજ્ઞાન સિવાય જન્મમરણનાં દુઃખ ટળે નહિ એમ જણાવી, વર્તમાન કાળમાં મોક્ષમાર્ગને રોકનાર ક્રિયાજડત્વ અને શુષ્કજ્ઞાન એ બે દોષ દર્શાવી તે દોષોનાં લક્ષણ આપ્યાં છે. તે બન્ને દેષ ટાળવાને ઉપાય સગુરુ ચરણની ઉપાસના બતાવી સગુરુનાં લક્ષણ અને માહાભ્ય સંક્ષેપમાં વર્ણવી આત્માનું નિરૂપણ કરનારાં સલ્ફાસ્ત્ર અથવા સદગુરુએ વિચારવા માટે જે જે આજ્ઞા કરી છે તેવાં શાસ્ત્રને અભ્યાસ મધ્યસ્થ બુદ્ધિએ કરવાની ભલામણ કરી છે. શાસ્ત્ર-અભ્યાસ આદિ સાધન કરતાં પ્રત્યક્ષ સશુના વેગથી સ્વછંદ અલ્પ પ્રયાસે ટળી જાય છે, સ્વછંદ અને મતમતાંતરના આગ્રહ તજી સદગુરુની આજ્ઞાએ વર્તનારને સમ્યફ દર્શનની પ્રાપ્તિ થાય છે તેથી માનાદિક અંતર શત્રુઓનો નાશ થાય છે. વિનય એ ધર્મનું મૂળ છે એ વિતરાગને અભિપ્રાય જણાવી, શિષ્યને સણુની ભક્તિ કરવાની ભલામણ કરી છે; પરંતુ જ્યાં સુધી સગુરુને એગ્ય દશા જેને પ્રાપ્ત નથી થઈ અને સદગુરુ ગણવાની લાલસા રાખી શિષ્યના વિનયને લાભ લેનાર અસશુરુ મહામહનીય કર્મ બાંધે છે, દીર્ઘ સંસારી થાય છે, એવી ચેતવણી પણ આપી છે. મુમુક્ષુ જીવ ત્યાગી વર્ગમાં હોય કે ગૃહસ્થ અવસ્થામાં હોય પણ તેણે આ વાત લક્ષમાં રાખવા ગ્ય છે એમ જણાવી, આત્મજ્ઞાન પામવા ઈચ્છનારે પ્રથમ મતાર્થીપણું ત્યાગવાની જરૂર હોવાથી મતાથનાં લક્ષણો બતાવ્યાં છે. તે દેશે દૂર કરી આત્માર્થીને ગ્ય ગુણે ગ્રહણ કરવા ગ્ય છે માટે આભાર્થીનાં લક્ષણે વર્ણવ્યાં છે. શિષ્યનામાં આ બેંતાળીસ ગાથાઓમાં જણાવેલી એગ્યતા હોય અને આત્મજ્ઞાની ગુરુને તેને ઉપદેશ પ્રાપ્ત થાય તે અવશ્ય આત્મજ્ઞાન પ્રગટાવી તે શિષ્ય શાશ્વત મોક્ષસુખ પામે છે.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org