________________
૧૪૬
શ્રીમદ રાજચંદ્ર જીવનકળા
મુમુક્ષુઓના અનાદિ અજ્ઞાન અંધકારને દૂર કરી આત્મપ્રતીતિ રૂપી અધ્યાત્મપ્રકાશથી સહજ આનંદ પ્રગટાવવા સમર્થ શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર શ્રી અંબાલાલભાઈને આપવામાં આવ્યું અને તેની ચાર નકલે કરી ચાર મહાભાગ્યશાળી પુરુષોની ગ્યતા જાણું દરેકને એક એક નકલ મોકલવાની આજ્ઞા થઇ. એક શ્રી સોભાગ્યભાઈ માટે, એક શ્રી અંબાલાલ પાસે રાખવા, એક શ્રી લલ્લુજી સ્વામી માટે અને એક ઝવેરી માણેકલાલ ઘેલાભાઈ માટે એમ ચાર નો પ્રથમ થઈ.
શ્રી સેભાગ્યભાઈ ઉપર પણ છે. પદને પત્ર સં. ૧૯૫૧માં મેકલવામાં આવ્યો હતો અને તે મુખપાઠ કરી વારંવાર વિચારવા આજ્ઞા થયેલી પણ વૃદ્ધાવસ્થાને લઈને મુખપાઠ કરતાં મુશ્કેલી જણાઈ તે તેમના દયાળુ હદયે અન્ય મુમુક્ષુઓને પણ ગદ્યપાઠ મુખપાઠ કરતાં મુશ્કેલી કેટલી પડશે તે જાણી લઈ વિનંતિ રૂપે શ્રીમદને જણાવ્યું જે આ છ પદના પત્ર વિષે ગવમાં આત્મપ્રતીતિ કરાવી છે તે પવગ્રંથ લખાય તે સર્વ મુમુક્ષુઓ ઉપર મેટો ઉપકાર થાય,
અને સહેલાઈથી મુખપાઠ થઈ શકે. શરદ્દ પૂર્ણિમાને દિવસે જે મેઘબિંદુ છીપમાં પડે તે મેતી રૂપે થાય છે એમ કહેવાય છે, તેમ આ વિનંતિ એવા વખતે અને એવા પુરુષ દ્વારા થઈ કે તે શ્રીમદ્દના દિલમાં આત્મસિદ્ધિ રૂપી અમૂલ્ય મેતી ઉત્પન્ન કરવા સમર્થ થઈ તથા સં. ૧૯૫ર ની શરદ્દ પૂર્ણિમાને બીજે દિવસે મુક્તિમાર્ગના પ્રવાસી શ્રીમદ્ રાજચંદ્ર જે આત્મસ્વરૂપનું નિરંતર પ્રગટપણે પિતાને વદન હતું તે આબાલ વૃદ્ધ સમજે તેવી સરળ ભાષામાં શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્રકાર પદ્યરૂપે પ્રગટ કર્યું.
મહાન ગંભીર વિષયને સરળ પદ્યમાં ઉતારીને બાલગોપાલ સર્વ યથાશક્તિ સર્વોત્તમ તત્ત્વ સમજી ઉન્નતિ સાધી શકે તેવી સરળ પણ ગંભીર પ્રઢ ભાષા દ્વારા આ યુગમાં કેવાં શાસ્ત્ર રચાવાં જોઈએ
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org