________________
૧૨૩
શ્રીમદ્ રાજચંદ્ર જીવનકળા
ઊંડા ઊતરીને વિચારવા યેાગ્ય છે. તથા ત્રણ કાવ્યે ગુજરાતીમાં રચ્યાં છે તે પણ બહુ મનન કરવા યાગ્ય છે. તેમાંની એક પ્રાર્થનાઃ હે! પ્રભુ, હૈ! પ્રભુ, શું કહું, દીનાનાથ દયાળ; હું તેા દે।ષ અનંતનું ભાજન હું કરુણાળ.”
અપૂર્વ અર્થ પ્રેરે તેવી મુખપાઠે કરી રાજ સવારસાંજ ભણવા ચેાગ્ય છે. ભક્તાત્માએ કેવા કેવા ગુણે પ્રાપ્ત કરવા યોગ્ય છે અને અત્યારે આ જીવમાં જે ગુણેા નથી તે પ્રાપ્ત કરવા પ્રભુ આગળ ભાવનારૂપે દીનતાથી પ્રાર્થના કરેલી છે; હજારા મુમુક્ષુ મુખપાઠે કરી આજે નિયમિત રીતે દિવસમાં અમુકવાર એ પ્રાર્થના રૂપ • સદ્ગુરુભક્તિરહસ્ય ' ગાય છે.
"
જેમ જેમ સમ્યક્ દર્શનની
વિશુદ્ધિવર્ધમાનપણાને પામે છે
તેમ તેમ વીતરાગતા પણ વધે છે અને વીતરાગ ભગવતનું એળખાણુ પણ યથાર્થ પ્રેમપૂર્વક થાય છે. શ્રીમદ્ સં. ૧૯૪૮ના મહા માસમાં લખે છેઃ
“ અંધ મેાક્ષની યથાર્થ વ્યવસ્થા જે દર્શનને વિષે યથાર્થપણે કહેવામાં આવી છે તે દર્શન નિકટ મુક્તપણાનું કારણ છે; અને એ યથાર્થ વ્યવસ્થા કહેવાને યેાગ્ય જો કોઇ અમે વિશેષપણે માનતા હાઇએ તે તે શ્રી તીર્થંકર દેવ છે. અને એ જે શ્રી તીર્થંકર દેવને અંતર આશય તે પ્રાયે મુખ્યપણે અત્યારે કાઇને વિષે આ ક્ષેત્રે હાય તે તે અમે હાઈશું એમ અમને દઢ કરીને ભાસે છે. કારણકે અમારું અનુભવજ્ઞાન તેનું ફળ વીતરાગપણું છે, અને વીતરાગનું કહેલું જે શ્રુતજ્ઞાન તે પણ તે જ પરિણામનું કારણ લાગે છે; માટે અમે તેના અનુયાયી ખરેખરા છ એ, સાચા છઇએ.
મુખ્ય લક્ષણ વીતરાગતા જાણીએ છઇએ;
“ સમ્યક્ દર્શનનું અને તેવે અનુભવ છે. ”
"
એ જ વર્ષના એક પત્રમાં શ્રીમદ્ સમ્યક્ દર્શનનાં એ સ્વરૂપ કહે છેઃ
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org