________________
“સમીત શુદ્ધ પ્રકાશ્ય રે”
૧૨૩
મહિનાઓ તે પોતે મુંબઈ છોડી ચાલ્યા જતા અને પિતાની પેઢીએ કહી જતા કે જ્યાં સુધી પોતે લખે નહિ, ત્યાં સુધી કેઈએ પિતાની સાથે પત્રવ્યવહાર પણ ચલાવવો નહિ. ગુજરાતનાં વનમાં તેઓ એકાંતવાસ ગાળતા અને ત્યાં રહી ચિંતવન અને વેગમાં દહાડા અને અઠવાડિયાં વ્યતીત કરતા. તેઓ રખેને પિતે ઓળખાઈ જાય અથવા પિતાના સ્થળની ખબર પડી જાય તેવી ધાસ્તીથી ઘણું ગુપ્ત રહેવાને હમેશાં પ્રયાસ કરતા, છતાં તેઓ વારંવાર એાળખાઈ જતા અને લોકોની મેટી સંખ્યા તેમના ઉપદેશ અને શિક્ષાવચનો શ્રવણ કરવાની જિજ્ઞાસાપૂર્વક તેમની પાછળ આવતી.”
પાતાંજલ ગદર્શન', “આત્મપુરાણ” આદિ વેદાંત અને ગદર્શનનાં શાસ્ત્રમાં અને ભાષ્યોમાં પણ સમ્યફદર્શન, સમ્યફદષ્ટિ આદિ શબ્દથી ભ્રાંતિ રહિત આત્મ-સાક્ષાત્કાર દશાનાં વર્ણન તથા માહાસ્ય દર્શાવેલાં છે.
જૈન દર્શનમાં તે સમ્યફ દર્શનથી જ ધર્મ કે ધર્મક્રિયાની યથાર્થ શરૂઆત અંકાઈ છે. જન્મમરણ રૂ૫ પરિભ્રમણ સમ્યફદર્શનની પ્રાપ્તિ વિના ટળે નહિ એમ શાસ્ત્રોમાં સ્પષ્ટ દર્શાવ્યું છે અને તેનું માહાસ્ય
સમયસાર આદિ ગ્રંથમાં અપૂર્વ દર્શાવવામાં આવ્યું છે. શ્રી દેવચંદ્રજી મહારાજે પણ ગાયું છેઃ
“સમઝીત નવિ લઉં રે એ તે રૂક્યો ચતુર્ગતિ માંહે.” શ્રી યશવિજય ઉપાધ્યાય પણ લખે છેઃ
“જહાં લગે આત્મ દ્રવ્યનું લક્ષણ નવ જાણું; તિહાં લગે ગુણઠાણું ભલું, કેમ આવે તાયું–
આતમ તત્વ વિચારિયે.” ભક્તકવિ નરસિંહ મહેતા પણ પ્રભાતિયામાં કહે છે? જ્યાં લગી આતમા તત્વચિન્યો નહીં ત્યાં લગી સાધના સર્વ નહી.”
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org