________________
ખંભાતના મુમુક્ષુજને
પ્રશ્ન પૂછ્યું કે આ કાળમાં ક્ષાયક સમીકીત હોય કે નહીં ? ત્યારે મહારાજે ના પાડી તેથી શ્રીમદે ફરી પૂછ્યું: “કેઈ શાસ્ત્રમાં છે?” હરખચંદજી મહારાજે કહ્યું “દશમા ઠાણગમાં ક્ષાયક સમીત ન હોવા વિષે છે.” શ્રી લલ્લુજીએ ઠાણાંગ સૂત્ર આપ્યું તે તપાસતાં તેમાંથી એ વાત મળી નહીં. શ્રીમદે દશમ ઠાણાંગને ભાવ વાંચી સંભળાવ્યું તે સાંભળતાં સર્વને શાંતિ ઊપજી અને તેમની વિદ્વત્તાની પ્રશંસા કરવા લાગ્યા. શ્રીમદ્દજીને શ્રી લલ્લુજીએ ઉપર મેડે પધારવા વિનંતિ કરી અને હરખચંદજી મહારાજને પૂછ્યું: “હું તેમની પાસેથી કંઈ અવધારું?” હરખચંદજી મહારાજની આજ્ઞા મળી એટલે શ્રી લલુજીએ ઉપર જઇને શ્રીમદને નમસ્કાર કર્યો. શ્રીમદે નમસ્કાર નિવારણ કરવા છતાં તેમણે ઉમંગથી ઉત્તમ પુરુષ જાણું અટકયા વગર નમસ્કાર કર્યા.
આ સામાન્ય લાગતે પ્રસંગ અનેક જીવોનાં જીવન પલટાવનાર, અસત્યમાંથી સત્યમાં લાવનાર, અનેક પ્રકારના આગ્રહ રૂપી ખાડા ટેકરા ઓળગાવી વિદ્યાધરના વિમાનમાં પ્રવેશ કરાવી તત્ત્વજ્ઞાનરૂપી આકાશમાં વિહાર કરાવનાર, ચમત્કારી ક્રાંતિકારક હતા.
ઉમ્મરમાં શ્રીમદ્દથી ચિદ વર્ષે મેટા આ સાધુ, ધનાઢય કુટુંબમાં એકના એક પુત્ર છતાં સર્વસ્વનો ત્યાગ કરી બીજા ત્રણ ઓળખીતા કુટુંબીઓ સાથે દીક્ષા લઈ, તે વખતે ખંભાત સંધાડામાં માત્ર ચાર જ સાધુ રહ્યા હતા તેની સંખ્યા બમણું કરનાર અને વિનયાદિ ગુણોથી આચાર્યને પ્રસન્ન કરી સર્વ સાધુઓમાં પાંચ વર્ષમાં પ્રધાન પદ પામનાર, તેમજ તેમના દીક્ષિત થયા પછી તે સંવાડામાં ચાદ સાધુઓ થઈ જવાથી સારાં પગલાંના ગણતા મંગલકારી તથા ભકિક આ આગેવાન સાધુ, માત્ર બાવીસ વર્ષની યુવાવસ્થામાં પ્રવેશ કરનાર જૈનધર્મી વિદ્વાન કવિ તરીકે ગણાતા ગૃહસ્થને નમસ્કાર કરે એ આશ્ચર્યકારક વિરલ પ્રસંગ અચાનક એકાંતમાં વિધિવશ બની આવે;
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org