________________
શ્રીમદ્ રાજચંદ્ર જીવનફળ
“હું ! કુંદકુંદાદિ આચાર્યાં, તમારાં વચને પણ્ સ્વરૂપાનુસંધાનને વિષે આ પામરને પરમ ઉપકારભૂત થયાં છે. તે માટે હું તમને અતિશય ભક્તિથી નમસ્કાર કરું છું.
૧૧
“ હે ! શ્રી સેાભાગ, તારા સત્તમાગમના અનુગ્રહથી આત્મદશાનું સ્મરણ થયું તે અર્થે તને નમસ્કાર કરું છું.”
વળી શ્રીમદ્ લખે છે: “આપને વિજ્ઞાપન છે કે વૃદ્ધમાંથી યુવાન થવું, અને આ અલખ વાર્તાના અગ્રેસર આગળ અગ્રેસર થવું. ’’
“લૈાકિક દૃષ્ટિએ તમે અમે પ્રવર્તેશું, તે પછી અલૈાકિક દૃષ્ટિએ કાણુ પ્રવર્તશે ? ‘માગી ખાઇને ગુજરાન ચલાવીશું પણ ખેદ નહીં પામીએ. જ્ઞાનના અનંત આનંદ આગળ તે દુ:ખ તૃણુવત્ છે.” આ ભાવાર્થનું જે વચન લખ્યું છે, તે વચનને અમારે। નમસ્કાર હે ! એવું જે વચન તે ખરી યાગ્યતા વિના નિકળવું સંભવિત નથી.’’
જેના યેાગે અને ખાધે અન્ય જીવને અંતરંગ વૈરાગ્યની વૃદ્ધિ થતાં સમાધિ મરણની અને સમ્યક્ દર્શનની પ્રાપ્તિ સુલભપણે થતી તે શ્રીમની અદ્ભુત અલૈકિક આત્મિક દશાનું વર્ણન કરવાને આ લેખિની સમર્થ નથી. જ્યાં મતિની ગતિ પહેાંચતી નથી ત્યાં વચનની ગતિ ક્યાંથી હોય ? તેથી જ કાર્ય ઉપરથી કારણની સમર્થતા સમજાય એવા પરિચયી જનાના પ્રસંગની કથા વડે શ્રીમદ્ની કથા સમજવી સુલભ જાણી તેમને પ્રભાવ સંસ્કારી જીવા ઉપર કેવા પડતા તે જણાવવા પ્રયત્ન કર્યો છે.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org