SearchBrowseAboutContactDonate
Page Preview
Page 72
Loading...
Download File
Download File
Page Text
________________ light or 'heat' light. The glass enclosure shields the filament from oxygen because tungsten burns in air. પ્રશ્ન : વીજળીના ગોળાને કેવી રીતે બનાવાય છે? ઉત્તર : કાચના ગોળા કાચની રિબનમાંથી બની જાય છે. ગોળાનાં કાચને પહેલાં ફુલાવીને પછી એને ગોળાના આકારમાં ઢાળી દેવાય છે. એ ગોળાને ઠંડો કર્યા પછી એને કાપીને રિબનથી છૂટો કરી દેવામાં આવે છે. એની અંદરની બાજુઓ પર એવા પદાર્થનો લેપ કરી દેવાય છે, કે જેનાથી એનો રંગ નરમ સફેદ દેખાય છે. બલ્બનો ફિલામેન્ટ ટંગ્સ્ટન ધાતુના પાતળા તારમાંથી બનાવાય છે, જેની પહોળાઈ વિલક્ષણ રીતે ફક્ત ૪૨ માઇક્રોન (અર્થાત .૦૦૧૭ ઇંચ) જ હોય છે. પહેલાં એનો એક ગુચ્છો (ગૂંચળું) વીંટાળીને બનાવાય છે અને એ ગુચ્છાને પણ પાછો ગુચ્છાના રૂપમાં વીંટાળવામાં આવે છે. આ બન્ને પ્રકારના ગુચ્છો બનાવવા માટે વપરાયેલા મેન્ટ્રલ (ડાંડા)ને ગુચ્છામાં જ ફસાવી દેવામાં આવે છે અને ફિલામેન્ટને ચડાવી દીધા પછી તેજાબની મદદથી એને (મેન્ડેલ) પિગળાવી દેવાય છે. તૈયા૨ ફિલામેન્ટને ઊર્જા આપનાર લીડ (lead)ની સાથે વેલ્ડિંગ કરીને જોડી દેવામાં આવે છે. લીડને પહેલેથી જ કાચને આધાર આપનાર એક બીબામાં જડી દેવાય છે. આ આધાર રૂપ કાચને બલ્બની અંદર ઉતારીને બન્ને કાચનું મિલન કરી દેવાય છે. બલ્બ-નિર્માતાઓને અંદરની હવા (ઑક્સિજન સહિત) પંપ વડે બહાર કાઢવાની સુવિધા મળે એટલા માટે એક નળીને કાચના આધારમાં રાખી દેવામાં આવે છે. જેથી અનલિકાના માધ્યમથી વીજળીના ગોળામાં રહેલી હવાને પંપ દ્વારા સહેલાઈથી બહાર કાઢી શકાય છે. પછી ફરીથી એ ગોળામાં જુદી જુદી જાતના નિષ્ક્રિય વાયુ inert gas ભરી દેવાય છે. જ્યારે ગોળામાં બચેલો ઑક્સિજનનો પૂરો જથ્થો લગભગ સમાપ્ત કરી દેવાય છે, ત્યારે નલિકાને કાપી નાખવામાં આવે છે, અને કાણાંને સીલ કરી દેવાય છે. ગોળાના આધારને જોડીને બલ્બને ઉપયોગમાં લેવા માટે તૈયાર કરવામાં આવે છે. પ્રશ્ન : બલ્બમાં કયા કયા પ્રકારના વાયુઓને ભરવામાં આવે છે અને કઈ રીતે એ બધાની અસર જુદી જુદી થાય છે ? ઉત્તર : વીજળીના ગોળાના કાચના કવચ (cover)ની અંદર હવાને રાખી શકાતી નથી કારણકે ટંગ્સ્ટન ધાતુ (ફિલામેન્ટ) જ્યારે ગરમ થાય છે ત્યારે Jain Educationa International 59 For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005303
Book TitleShu Vidyut Sachit Teukay Che
Original Sutra AuthorN/A
AuthorMahendramuni
PublisherAnekant Bharati Prakashan
Publication Year2005
Total Pages312
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy