SearchBrowseAboutContactDonate
Page Preview
Page 61
Loading...
Download File
Download File
Page Text
________________ ચમકારાની ઘટમાળ ચાલે છે – સરેરાશ બે સેકન્ડમાં વિશ્વમાં ક્યાંય ને ક્યાંય આવું તોફાન ચાલતું જ હોય છે અને આ તોફાનનો સરેરાશ સમય લગભગ એક કલાકનો હોય છે. આ તોફાન વખતે સ્ટ્રેટોસ્ફિયર અને પૃથ્વીની વચ્ચે જે ઇલેક્ટ્રિક (વિદ્યુતભારનું)ની આપ-લે થાય છે, એને લીધે જ પૃથ્વી અને પૃથ્વીના વાતાવરણની વિદ્યુત-સ્થિતિ જળવાઈ રહે છે. નહિ તો વીજળીનું અસંતુલન પૃથ્વી માટે ખતરનાક સિદ્ધ થઈ શકે છે. - જ્યારે તોફાનની સ્થિતિ બને છે, ત્યારે ઉપર છ કિલોમીટર સુધી ઘન વિધુતભારવાળા કણો તથા બેથી ત્રણ કિલોમીટર સુધી ઋણ વિદ્યુતભારવાળા કણો વાદળોમાં એકઠા થતા જાય છે. ડૉ. જૈને આ આખી પ્રક્રિયાને આ રીતે સમજાવી છે. જ્યારે વરસાદના વાદળોમાં આંશિક ભેગા થયેલા પાણી અથવા બરફના કણો વચ્ચે ટક્કર થાય છે ત્યારે એ ઘર્ષણથી ઘન અને ઋણ વિદ્યુતભાર (ચાર્જ) પેદા થાય છે. આ વિદ્યુત-ભાર પેદા કરવાની પ્રક્રિયા એવી જાતની હોય છે જેવી એક ઓરડામાં ગાલીચા પર સૂકી આબોહવામાં ચાલવાથી શરીરની ચામડી ઉપર વિધુતભાર થવાની પ્રક્રિયા થાય છે. વિદ્યુતભારનો અનુભવ માણસને ઝટકા (shock)ના રૂપમાં ત્યારે થશે જ્યારે તે દરવાજાના આગળાને (ધાતુને) અડકશે.” ચુંબકીય ક્ષેત્રમાં વરાળના વાદળ જ્યારે (તીવ્ર ઝડપથી) ફરે છે ત્યારે એમાં વિદ્યુતભાર પેદા થવાની શક્યતા થાય છે. આ પ્રક્રિયા એવી જ છે જેવી એક જનરેટરમાં સપાટી અથવા નીચલી સપાટી પર ભેગો થાય છે તથા ઘન વિદ્યુતભાર (અણું અથવા આયન) ઉપર જઈને એ વાદળની ઉપરની સપાટી પર ભેગો થાય છે.” વિદ્યુતભાર પેદા થવાની ગતિ નિમ્નાંકિત વાતો પર આધાર રાખે છે. (૧) વાદળોની જુદા જુદા પડોની સાપેક્ષિક ગતિ પર, (૨) અવશીતન (undercooling)ની માત્રા પર (૩) આંશિક ભેગા થયેલા પાણી અથવા સંપૂર્ણ જામેલા બરફના પ્રમાણ પર અને (૪) વાદળની અંદરનાં હલનચલનની માત્રા પર અવશીતનની ગતિ અને માત્રા કેટલી છે એના ઉપર ઉપર ઉઠતી ગરમ હવાના પ્રવાહની ગુણવત્તા કેટલી છે એના ઉપર તીવ્રતાનો આધાર છે. ગુણવત્તાનો સંબંધ છે ભેજની માત્રા તથા ભેજથી ભીંજાયેલા રજકણો જોડે. વિદ્યુતભર ચાર્જ)ની માત્રા વોલ્ટેજ) : આનો આધાર છે વાદળના એ ભાગની પહોળાઈ વાહકતા (conductivity) પર, જે ઘન અને ઋણ વિદ્યુતભારને અલગ અલગ વહેંચીને રાખે છે. 48 Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005303
Book TitleShu Vidyut Sachit Teukay Che
Original Sutra AuthorN/A
AuthorMahendramuni
PublisherAnekant Bharati Prakashan
Publication Year2005
Total Pages312
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy