SearchBrowseAboutContactDonate
Page Preview
Page 60
Loading...
Download File
Download File
Page Text
________________ એના પરમાણુઓમાં ઇલેક્ટ્રોન અથવા પોટ્રોન છૂટા પડી જાય છે. જેથી પરમાણુ સ્વયં + (ઘન) અથવા - (ઋણ) વિદ્યુતભારવાળા બની જાય છે. તેને લીધે વાતાવરણની આયનીકૃત હવા ગેસમાં પણ થોડો થોડો વાહકતાનો ગુણ આવી જાય છે. જેમ જેમ આપણે ‘વાતાવરણ'માં ઊંચે જઈએ તેમ-તેમ વિદ્યુતની સુવાહકતા વધતી જાય છે. સ્ટ્રેટોસ્ફિયરના ઉપરના સ્તર પર એટલે એની ટોચ પર આખું વાતાવરણ બહુ જ શક્તિશાળી સુવાહક બની જાય છે. (આ બનાવ પૃથ્વીથી લગભગ ૬૦ કિલોમીટર ઉપર બને છે) એને લીધે પૃથ્વીની સપાટી અને સ્ટ્રેટોસ્ફિયરની ઉપરના સ્તરની વચ્ચે ઇલેક્ટ્રિક પ્રક્રિયાની શક્યતા વધી જાય છે. એ બન્ને સુવાહક છે એટલે એમની વચ્ચે વિદ્યુત-સ્થિતિમાનનો તફાવત વિદ્યુત-બળનું કાર્ય કરે છે. જે વાદળાં બહુ ઉપર હોય છે. એમાં પાણી વરાળના રૂપમાં જ હોય છે, પાણીના કણના રૂપમાં નહિ. આ વાદળાં સામાન્ય વાતાવરણમાં રહેલી હવાની માફક ઇલેક્ટ્રિસિટીના કુવાહક નથી હોતા. પૃથ્વીની સપાટી પર જે વિદ્યુત સ્થિતિમાન (electric potential) હોય છે, એની અને વાદળોના નીચેના હિસ્સામાં એકત્રિત વિદ્યુત સ્થિતિમાનની વચ્ચે જે તફાવત (potential difference) છે, એ બહુ જ પ્રચંડ બની શકે છે. એ લગભગ ૨૦ કરોડ વોલ્ટ જેટલું થઈ શકે છે. આને લીધે ત્રણ કિલોમીટર જાડા વાતાવરણના થરમાં એક જબરજસ્ત વિદ્યુત-ક્ષેત્ર પ્રવર્તે છે. આ ક્ષેત્રની દિશા ઉપરની તરફ હોય છે. અત્યંત પ્રબળ ઇલેક્ટ્રિક આ ફિલ્ડની વચમાંની હવાનું આયનીકરણ થઈ જાય છે. જેથી તે સુવાહક બની જાય છે. જ્યાં-જ્યાં એને સુવાહક પદાર્થ મળે છે, ત્યાં ત્યાં એ ઇલેક્ટ્રિકલ ઊર્જાના રૂપમાં એની અંદર ઘુસી જઈ એને પ્રભાવિત કરી નાખે છે. કુદરતી તોફાન અથવા વાવાઝોડું (Thunderstorm) આપણી પૃથ્વી પરની આબોહવામાં પરિવર્તનની પ્રક્રિયા થતી જ રહે છે. એના કારણે મેઘ-નિર્માણ, મોસમ તથા હવાના દબાણમાં ઉથલ-પાથલ, ઉષ્ણતામાનનું અંતર, હવામાં ધૂળના કણોનું ભેગું થવું, વગેરે એવા બળો છે જે નિરંતર કુદરતી તોફાનના નિમિત્ત બને છે. પૃથ્વીની ચારે બાજુના વાતાવરણના ફેરફારના કારણે પ્રતિદિન ૪૦૦૦૦ કુદરતી તોફાનો (thunderstorm) અથવા વાવાઝોડું થતા જ હોય છે. કોઈ-ને-કોઈ ઠેકાણે કોઈપણ રૂપમાં જેમાં મેઘગર્જનાઓ અને વીજળીના 47 Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005303
Book TitleShu Vidyut Sachit Teukay Che
Original Sutra AuthorN/A
AuthorMahendramuni
PublisherAnekant Bharati Prakashan
Publication Year2005
Total Pages312
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy