SearchBrowseAboutContactDonate
Page Preview
Page 58
Loading...
Download File
Download File
Page Text
________________ ૭. આકાશની વીજળી (Lightning) ઇલેક્ટ્રિસિટીનું જુદા-જુદા રૂપોમાં જુદી જુદી રીતે પરિણમન થાય છે. સ્થિત વિદ્યુત (static electricity) ચલ-વિદ્યુત (current electricity) અને વિદ્યુતનું ડિસ્ચાર્જ વિસર્જન) – આ ત્રણ રૂપોમાં વિદ્યુત (ઇલેક્ટ્રિસિટી)નું પરિણમન થઈ શકે છે. જેમ આપણે જોઈ ગયા તેમ વિદ્યુત પોતે તો પૌદ્ગલિક પર્યાયના રૂપમાં છે. આ પૌગલિક પર્યાયનું કયું પરિણમન “સચિત તેઉકાયના રૂપમાં પરિણત થશે અને કયું ફક્ત પૌદ્ગલિક અથવા અચિત પરિણમન જ રહેશે એ વિષય બરાબર સમજવો જોઈએ. આકાશની વીજળી (જે આકાશમાં વીજળીના રૂપમાં ચમકે છે) તથા વિદ્યુતના બીજા રૂપો ક્યાં સુધી એકરૂપ છે, અને ક્યાં સુધી ભિન્ન છે - એનું ચિંતન પણ આપણે કરવાનું છે. હજુ સુધીમાં આપણે જોઈ ગયા છીએ - (૧) સ્થિત (static) અવસ્થામાં ઈલેક્ટ્રિસિટી અવાહક અથવા કુવાહક પદાર્થોમાં પણ હોય છે. જ્યાં સુધી એ એજ રૂપમાં રહે છે ત્યાં સુધી એ ફક્ત ભૌતિક અથવા પૌદ્ગલિક રૂપ છે. (૨) પ્રવાહ (current)ના રૂપમાં સુવાહક અથવા અર્ધવાહક પદાર્થોમાં જ્યારે વિદ્યુત-ધારા પ્રવાહિત થાય છે ત્યારે પણ તે ફક્ત પૌગલિક રૂપમાં જ છે. તાર (wire)માં પસાર થનારી વિદ્યુત ગમે તેટલી તીવ્ર હોય તો પણ જ્યાં સુધી એ તારની અંદર રહે છે ત્યાં સુધી એ સ્વયં માત્ર પૌગલિક અસ્તિત્વ છે, અચિત છે. શરીરમાં પ્રવાહમાન વિદ્યુત-પ્રવાહ પણ પોતે ખાલી પૌગલિક જ છે. (૩) ઇલેક્ટ્રિસિટીનો ડિસ્ચાર્જ અથવા વિદ્યુતભારનું વિસર્જન કયા પ્રકારે થાય 45 Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005303
Book TitleShu Vidyut Sachit Teukay Che
Original Sutra AuthorN/A
AuthorMahendramuni
PublisherAnekant Bharati Prakashan
Publication Year2005
Total Pages312
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy