________________ તુલસીજી પાસે સંયમજીવન સ્વીકાર કર્યા બાદ, ભારતના અનેક પ્રાંતોમાં વિહાર કરતાં કરતાં તત્ત્વજ્ઞાન, દર્શન, ધ્યાન, વિજ્ઞાન, ગણિત આદિનો ઊંડો અભ્યાસ કર્યો. અધ્યાત્મ અને વિજ્ઞાન એમનો પ્રિય વિષય છે. એમનું પુસ્તક “જૈન દર્શન ઔર વિજ્ઞાન” યુનિવર્સિટીમાં પાઠ્યપુસ્તક તરીકે સ્થાન પામ્યું છે. એમના ગુરુભ્રાતા રશ્મિભાઈ મુંબઈ યુનિવર્સિટીમાંથી ડબલ ગ્રેજ્યુએટ થઈ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ થયા છે, અને 45 વર્ષની પ્રેક્ટિસ દરમિયાન એમનાં હાથ નીચે 250 વિદ્યાર્થીઓએ C.A.ની તાલીમ લીધી છે. પરિવારના સંસ્કારથી સુવાસિત રશ્મિભાઈ “જૈન ઉપાસક' થઈને દેશમાં-વિદેશમાં (સીંગાપોર, એન્ટવર્પ, હોંગકોંગ, દુબઈ, મસ્કત કેન્યા)માં પર્યુષણની આરાધના કરાવવા જાય છે. પૂ. આચાર્યશ્રી મહાપ્રજ્ઞના વિશદ્ વિવેચન સહિત “સૂત્ર કૃતાંગ' સૂત્રનું ગુજરાતીમાં ભાષાંતર કર્યું છે. એમને પણ સમાજ તરફથી “ગિરનાર' એવોર્ડ ઉત્કૃષ્ટ સાહિત્ય-સેવા-રત્ન' આદિ એવોર્ડથી નવાજવામાં આવ્યા છે. જન્મભૂમિ'ના જૈન જગત' સહિત અનેક પત્ર-પત્રિકાઓમાં માનદ્ સંપાદક છે. 65 વર્ષની ઉંમરે જૈન વિશ્વભારતી સંસ્થાનની જૈનોલોજીની એમ.એ.ની પરીક્ષામાં પ્રથમ કક્ષાએ ઉત્તીર્ણ થઈ હવે મુંબઈ યુનિ.માં “અનુપ્રેક્ષા' વિષય પર Ph.D. કરી રહ્યા છે. 5 વર્ષ પહેલાં તેઓ મેડિટેશન અને મેડિકેશન દ્વારા કેન્સર જેવા મહારોગમાંથી સંપૂર્ણ તંદુરસ્ત થઈ અભ્યાસ અને સાધના કરી રહ્યા છે, સાથે કેન્સરના અનેક દર્દીઓને આધ્યાત્મિક ચિકિત્સાની સેવા આપી રહ્યા છે. 308 Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org