________________ લેખક, અનુવાદક- પરિવાર - પરિચય રશ્મિભાઈ ઝવેરી પૂ. પ્રો. મુનિશ્રી મહેન્દ્રકુમારજીના ગુરુભ્રાતા છે, અને બંને ભાઈઓ સ્વ પિતાશ્રી પૂ. જેઠાભાઈ સાકરચંદ ઝવેરીના સુપુત્રો છે. કચ્છ ભૂજમાં જન્મેલા જેઠાભાઈએ ઈલેક્ટ્રિક ઇજનેર થઈ, ૧૯૪૬માં ભારત બીજલી કારખાનું નાખી, ભારતમાં ઈલેક્ટ્રિક મોટર અને ટ્રાન્સફોર્મર બનાવવાનું શરૂ કર્યું હતું. ઇલેક્ટ્રિક ઉદ્યોગના આ ભીષ્મપિતામહે ભારતના ઇલેક્ટ્રિકલ મેન્યુ. એસો. (I.E.M.A.)ના પ્રમુખ તરીકે સેવા આપી હતી. ત્યારબાદ સ્વ. ગણાધિપતિ આચાર્યશ્રી તુલસી અને પૂ. આચાર્યશ્રી મહાપ્રજ્ઞજી તથા પૂ. મુનિશ્રીની સત્રેરણાથી જીવનની દિશા બદલીને સ્વૈચ્છિક નિવૃત્તિ સ્વીકારી તત્ત્વજ્ઞાન, પ્રેક્ષાધ્યાન, અધ્યાત્મ અને વિજ્ઞાનનો ઊંડો અભ્યાસ કર્યો. દેશભરમાં પ્રેક્ષાધ્યાનની 80 જેટલી શિબિર કરી. સાધુ-સાધ્વી-સમણસમણી વૃંદમાં પણ ધ્યાન, વિજ્ઞાન આદિ વિષયોમાં પ્રશિક્ષણ આપ્યું. પૂ.મુનિશ્રી સાથે મળીને અધ્યાત્મ અને વિજ્ઞાન વિષયોને લગતા અનેક પુસ્તકો લખ્યા. શ્રાવક-શિરોમણિ', “જૈન રત્ન”, “સમાજભૂષણ', આદિ સમાજના બિરુદો સાથે આરાધ્ય પૂ. ગણાધિપતિ દ્વારા “તત્ત્વજ્ઞ શ્રાવક', “પ્રેક્ષા-પ્રવકતા', “અધ્યાત્મવૈજ્ઞાનિક વ્યક્તિ', અને અંતમાં “અધ્યાત્મ વિભૂષણ', સંબોધનો મેળવવા ભાગ્યશાળી થયા. 6 ઓક્ટોબર - 1993 એમણે આજીવન સંલેખના વ્રત સ્વીકારી 84 વષર્ની ઉંમરે 17 નવેમ્બર ૧૯૯૩ના 41 દિવસના સંથારા બાદ પંડિત-મૃત્યુને સહર્ષ વધાવી લીધું હતું. એમના સુપુત્ર બાલબ્રહ્મચારી શતાવધાની પૂ. મુનિશ્રી મહેન્દ્રકુમારજીએ વિજ્ઞાનના સ્નાતક (B.Sc. Hons) થઈ 20 વર્ષની ઉંમરે સ્વ. ગણાધિપતિ. આ. 307 Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org