SearchBrowseAboutContactDonate
Page Preview
Page 31
Loading...
Download File
Download File
Page Text
________________ ૫ વિજ્ઞાનની દૃષ્ટિમાં વિપત (Electricity) અંગ્રેજી ભાષામાં બે શબ્દોનો પ્રયોગ જોવા મળે છે. ૧. ઈલેક્ટ્રિસિટી (electricity) એટલે ઈલેક્ટ્રિક ઊર્જા અથવા પ્રવાહ (current) ૨. લાઇટનિંગ (lightning) એટલે કે આકાશમાં ઝબૂકતી વિદ્યુત અથવા વિજળી હિન્દી અને ગુજરાતીમાં આ બંને માટે એક જ શબ્દ વપરાય છે – વિદ્યુત અથવા વીજળી, પણ ઉપરની બંને પ્રકારની વીજળીમાં જે ફર્ક છે તેને સમજવા માટે વિજ્ઞાનની મૂળ માન્યતાઓને સ્પષ્ટ રીતે સમજવી જોઈએ. વૈજ્ઞાનિક માન્યતા પ્રમાણે પ્રત્યેક મૂળ પદાર્થ અથવા તત્ત્વ (element)ની રચના પરમાણુઓથી થઈ છે. પ્રત્યેક પદાર્થના પરમાણુ (atom)ની રચનાની વિશેષતાને લીધે પદાર્થોમાં ભિન્નતા હોય છે. તો બધાં પદાર્થોના પરમાણુઓની મૂળ રચનામાં સમાનતા હોય છે. પરમાણુના બે ભાગ છે – ૧. કેન્દ્રક (nucleus), ૨. પરિધિ. કેન્દ્રકમાં બે પ્રકારના કણ હોય છે. - ૧. પ્રોટોન, ૨. ન્યુટ્રોન. પરિધિમાં માત્ર એક જ પ્રકારના કણ હોય છે. - ઇલેક્ટ્રોન. આ મૌલિક કણ જ એના વિશેષ ગુણધર્મો દ્વારા વિદ્યુત” એટલે કે ઇલેક્ટ્રિસિટીની પ્રક્રિયાના મૂળમાં છે. એટલે આની (ઇલેક્ટ્રોનની) પ્રકૃતિ અને પ્રક્રિયાઓને સમજ્યા વગર ન તો વીજળી એટલે કે ઇલેક્ટ્રિસિટી અને આકાશમાં ચમકનારી વીજળી lightning)ની વચ્ચેનો ફર્ક સમજી શકાય છે કે ન તો અગ્નિ (fire) અને ઇલેક્ટ્રિસિટીના અંતરને સ્પષ્ટતાથી જાણી શકાય છે. અહીં સંક્ષેપમાં મુખ્ય વાતો આપવામાં આવી છે – ૧. પદાર્થમાં દળ અથવા દ્રવ્યમાન (mass) અને વિદ્યુતભાર (charge) - આ bl8 Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005303
Book TitleShu Vidyut Sachit Teukay Che
Original Sutra AuthorN/A
AuthorMahendramuni
PublisherAnekant Bharati Prakashan
Publication Year2005
Total Pages312
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy