SearchBrowseAboutContactDonate
Page Preview
Page 294
Loading...
Download File
Download File
Page Text
________________ તેઉકાયના જીવોની રક્ષા નહીં કરવી એ એક પ્રકારનો શિથિલાચાર છે – એમ મહાનિશીથસૂત્રનું તાત્પર્ય છે. એનાથી પણ રિદ્ધિ થાય છે કે કામળો તેઉકાય જીવોની રક્ષાનું સાધન છે. એ જ પ્રમાણે નિશીથસૂત્ર નામના છેદગ્રન્થમાં પણ વિદ્યુત-પ્રકાશ સજીવ છે, એના અનેક પ્રકાર જોવા મળે છે. નિશીથસૂત્રપીઠિકાની ચૂર્ણિમાં બતાવ્યું છે કે “જિ નિ હતાળ પેદાવીજ કરંત આપી વિરહિન્નતિ” (નિ. ભાષ્ય ૨૦૯ ચૂર્ણિ) એટલે જે મકાનમાં, ઉપાશ્રયમાં દીવાનો પ્રકાશ ફેલાયો હોય, લાઈટ આવતી હોય ત્યાં વસ્ત્રાદિનું પડિલેહણ કરવામાં આવે તો અગ્નિકાય જીવની વિરાધના થાય છે. એટલે ખુલ્લી લાઇટ-દીવા વગેરે ચાલુ હોય ત્યાં સાધુ-સાધ્વીજી ભગવંત પડિલેહણ નથી કરી શકતા. જો રોશની (અજવાળા)માં વસ્ત્રાદિનું પડિલેહણ કરે તો તેઉકાયનો સંઘટ્ટ (=સ્પર્શ) થવાથી વિશેષ પ્રકારનું પ્રાયશ્ચિત નિશીથચૂર્ણિમાં “સનોતિયાણ ૩૫ર. ડિનેતિ માસનંદુ” (ગા. ૨૦૯) આ શબ્દો દ્વારા બતાવ્યું છે. એ જ પ્રમાણે મકાનમાં, ઉપાશ્રયમાં પોતાના ઉપર દીવાનો પ્રકાશ આવતો હોય, લાઈટ આવતી હોય તો ઉપાશ્રયની બહાર નીકળતી વખતે અથવા અંદર પ્રવેશ વખતે પણ અગ્નિકાયની વિરાધન ન થાય, એને માટે સાધુ ભગવંત ઉપાશ્રયમાં પ્રમાર્જન ન કરે. મોંથી “સાવનદિ વગેરે ન બોલે. ઉપાશ્રયમાં પોતાના પર લાઇટ આવતી હોય ત્યારે સાધુ ભગવંત તેઉકાયના જીવોની રક્ષા માટે વંદન પણ ન કરે – એવું નિશીથપીડિકાની ચૂર્ણિમાં બતાવ્યું છે. - આ રહ્યા એ શબ્દ - णिग्गच्छंता पविसंता वा वसहिं न पमज्जंति त्ति वुत्तं होइ । मूगा संति वायाए अणुच्चरणं, वंदणगहीणं-वंदनं न ददातीत्यर्थ: (નિશીથમાણ રર૩ ) આચારાંગસૂત્રની પહેલી ચૂલિકામાં “કવિવા ૪જ્ઞાતિયપુ મવડું...! મહાસાવíરિયા ચય મારુ (અધ્યાય ૨/ઉદેશ ૨) એમ કહીને અગ્નિ બાળ્યો હોય એવી જગ્યા (=ઉપાશ્રયાદિ)ની ઓળખ “મહા સાવધક્રિયા' નામથી કરાઈ છે તથા બૃહત્કલ્પસૂત્રમાં “વસ સંતો વડાપ सव्वाराईए जोई झियाएज्जा, नो कप्पड़ निग्गंथाण वा निग्गंथीण वा अहालंदमवि વસ્થg' (સૂત્ર પ૬) એમ કહીને આખી રાત દીવો બળતો હોય એવા ઉપાશ્રયમાં ક્ષણભર પણ રહેવાની સાધુ-સાધ્વીઓને મનાઈ કરી છે. તથા અજવાળાવાળા 281 Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005303
Book TitleShu Vidyut Sachit Teukay Che
Original Sutra AuthorN/A
AuthorMahendramuni
PublisherAnekant Bharati Prakashan
Publication Year2005
Total Pages312
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy