________________
अव्याप्त-अतिव्याप्त-असंभविनस्तदाभासाः ॥६॥ (वृत्ति-अतत् तदिव आभासते इति तदाभासः) लक्ष्यालक्ष्यवृत्तिरतिव्याप्तः ।।८।। (વૃત્તિ-અથા-વાયો તમન્ચમ) અનુવાદ – એક વસ્તુનો બીજી વસ્તુઓથી પૃથક કરનારો ધર્મ લક્ષણ છે. વૃત્તિ-વસ્તુનું વ્યવસ્થાપન માટે હેતુભૂત ધર્મ, જે લક્ષ્યને બાકીનાંથી વ્યવચ્છિન્ન કરે છે – બીજાને એનાથી જુદા કરે છે, એ લક્ષણ છે. “અવ્યાપ્ત, અતિવ્યાપ્ત અને અસંભવી - આ ત્રણ લક્ષણાભાસ છે.” વૃત્તિ - જે લક્ષણ નથી પણ લક્ષણ જેવી લાગે, એને લક્ષણાભાસ કહેવાય છે. “જે લક્ષણ લક્ષ્ય અને અલક્ષ્ય બંનેમાં મળે છે તે અતિવ્યાપ્ત લક્ષણાભાસ
નવૃત્તિ – જેમ વાયુનું લક્ષણ ગતિશીલતા) ૪૧. આચાર્ય મહાપ્રજ્ઞ, પૂર્વ ઉદ્ધત લેખ, પાનુ ૧૪-૧૯
વિદ્યુતઃ સચિત્ત કે અચિત્ત. વર્તમાન યુગ વીજળીનો યુગ છે એ વિષયમાં બે પ્રશ્ન ઉપસ્થિત થાય છે. ૧. વીજળી અગ્નિ છે કે નહીં? ૨. વીજળી સચિત્ત છે કે અચિત્ત? આ વિષય પર વિભાજ્યવાદી શૈલીથી વિચાર કરવો આવશ્યક છે. અગ્નિના મુખ્ય ધર્મ પાંચ છે - ૧. જ્વલનશીલતા, ૨. દાહકતા, ૩, તાપ, ૪. પ્રકાશ, ૫. પાકશક્તિ. નરકમાં જે અગ્નિ છે તે જ્વલનશીલ પણ છે સૂયગડો ૧/૫/૧૧), દાહક પણ છે (સૂયગડો ૧//૧૨) એમાં તાપ (સૂયગડો ૧/૫/૧૩) અને પ્રકાશ પણ છે. (સૂયગડો ૧/૫/૧૪), પાક-શક્તિ પણ છે (સૂયગડો ૧/૫/૧૫) - છતાં પણ એ નિર્જીવ છે, અચિત્ત છે. સજીવ અગ્નિકાય ફક્ત મનુષ્ય ક્ષેત્રમાં હોય છે. મનુષ્ય ક્ષેત્રથી બહાર સજીવ અગ્નિ નથી હોતો. સૂત્રકૃતાંગમાં એને અકાષ્ઠ અગ્નિ-ઇંધન વગર થનારો અગ્નિ કહ્યો છે. સૂયગડો ૧//૩૮) “નરકમાં થનારો અગ્નિ, તેજોવેશ્યાના પ્રયોગ વખતે નીકળનારી
258
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org