SearchBrowseAboutContactDonate
Page Preview
Page 191
Loading...
Download File
Download File
Page Text
________________ જ્ઞાતાધર્મકથાવૃત્તિમાં “મિચ્છન્નોનઃ વટવૃજ્યાગરિતોડાવૃત્ય તુ વત્નતિ (ભાગ-૨/૧/૧૧૪, જ્ઞા. ૧/૧/૪૦ મેઘકુમાર) આવું કહીને તથા પ્રશ્નવ્યાકરણસૂત્રવ્યાખ્યામાં “મમ્મછિન્નો વદિન: મત્ત: તિ, વ સ્નાનો મતિ” (૨/૫/૪૫) અર્થાત્ “રાખથી ઢાંકેલો અગ્નિ બહારથી નિસ્તેજ જણાવા છતાં અંદરમાં તો તે સળગે જ છે. આવું કહીને જણાવેલ છે કે રાખથી ઢાંકેલ અગ્નિમાં બહારથી તેવી ઉષ્ણતા-પ્રકાશ-દાહ-ગરમી વગેરે લક્ષણો દેખાતા ન હોવા છતાં અંદરમાં સળગતો હોવાથી તે તેઉકાય સ્વરૂપ જ છે – આમ સૂચિત કરેલ છે. તેમ પ્રસ્તુતમાં કહી શકાય કે વાયરમાંથી પસાર થતી ઇલેક્ટ્રિસિટીમાં પ્રકાશ વગેરે લક્ષણો ન દેખાવા છતાં પણ અંદરમાં તો તે વિલક્ષણ પ્રકારે સળગે જ છે. માટે તો તેને અડતાં જ ભયંકર દાહ થાય છે. માટે તે સચિત અગ્નિ જ છે. મોટા મોટા થાંભલાઓ ઉપર રહેલા હાઈટેન્શન વાયરમાંથી A.C. કે D.C. પાવર પસાર થતો હોય ત્યારે તેની નીચેથી પસાર થતાં એ ટ્વસ્ટેડ વાયરમાં પુષ્કળ પ્રમાણમાં સતત ઉત્પન્ન થતા સ્પાર્કનો અવાજ આપણે સાંભળી શકીએ જ છીએ. વરસાદ પડતો હોય ત્યારે તો એ A.C. કે D.C. પાવરવાળા ખુલ્લા વાયરમાં થતા સ્પાર્ક અત્યંત મોટા અવાજ સંભળાય છે. એ સ્પાર્ક અગ્નિકાય નથી તો શું છે? હાઈટેન્શનવાળા ખુલ્લા બે વાયર નજીક આવે તો પણ તેમાંથી પ્રકાશ ભડકો ઉત્પન્ન થાય જ છે. તે અવસ્થામાં જે વાયરમાં વોલ્ટેજ વિદ્યુતદબાણ) વધુ હોય તેમાંથી ઓછા વોલ્ટેજવાળા વાયરમાં આપમેળે પ્રકાશસ્વરૂપે ઈલેક્ટ્રિસિટી જતી દેખાય જ છે. હાઈ ઇલેક્ટ્રિસિટીના મોટા ગુંબજમાં પણ વાયુના સંસર્ગથી મહાકાય તણખાઓ ઉત્પન્ન થાય છે. ઈન્ટરનેટ દ્વારા મળથી વિગત આ બાબત અત્યંત સ્પષ્ટ થઈ જાય છે. Show our van de Graaff producing sparks. The Sparks are going from the big domes to one of two small spheres that are on telescoping grounded poles. The sparks are produced when the voltage on the domes get: large enough that it ionizes the air, turning it from an insulator into a conductor. This does not all happen at once, but it does happen very quickly - a typical spark (or lightning flash) lasts less than 1/1000 o a second ! “વાન-ડે-ગ્રાફ” તણખા કેવી રીતે ઉત્પન્ન થાય? તે દેખાડે છે. તણખ 178 Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005303
Book TitleShu Vidyut Sachit Teukay Che
Original Sutra AuthorN/A
AuthorMahendramuni
PublisherAnekant Bharati Prakashan
Publication Year2005
Total Pages312
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy