SearchBrowseAboutContactDonate
Page Preview
Page 186
Loading...
Download File
Download File
Page Text
________________ આ વાત વધુ સ્પષ્ટ થશે. “The stronger the magnet, the greater the number of lines of force. If you rotate the loop of wire between the Poles of the magnet, the two sides of the loop "cut” the lines of force. This in duces (generates) electrictiy in the loop. In the first half of the turn, one side of the loop of wire cuts up through the lines ofn force. The other side cuts down. This makes the electricity flow in one direction through the loop. Halfway through the turn, the loop moves parallel to the lines of force. No lines of force are cut and no electricity is generated." (Part-6, Electric-generator-Page 146 - London) સાઈકલના પૈડામાં ગોઠવેલ ડાયનેમામાં પણ તે જ રીતે કન્ડક્ટિગ રૉડ (Coil) દ્વારા પ્રબળ ઘર્ષણ ઊભું થવાથી મેગ્નેટિક લાઇન્સ કપાય છે અને ઇલેક્ટ્રિસિટી ઉત્પન્ન થાય છે. આમ એક પ્રકારના ઘર્ષણથી ઉત્પન્ન થવાના લીધે પણ ઈલેક્ટ્રિસિટી સજીવ તેઉકાય સ્વરૂપ સિદ્ધ થાય છે. પન્નવણા સૂત્રના પ્રથમ પદમાં બાદર તેઉકાય જીવના જે પ્રકારો બતાવેલા છે તેમાં તથા જીવાભિગમસૂત્ર (પ્રથમ પ્રતિપત્તિ-સૂત્ર-૨૫)માં પણ “સંધરિસસમુદg' આવો નિર્દેશ મળે છે. મતલબ કે અમુક પ્રકારના અગ્નિનના જીવો સંઘર્ષથી - ઘર્ષણથી પણ ઉત્પન્ન થાય છે. અમુક પ્રકારના ઘર્ષણથી અગ્નિકાયના જીવોને માટે યોગ્ય ઉત્પત્તિ સ્થળ પેદા થાય છે અને અગ્નિકાયના જીવો ત્યાં ઉત્પન્ન થાય છે. તેથી જેમ માચિસબોક્સની બન્ને સાઇડમાં એન્ટિમની સલ્ફાઈડ, ફોસ્ફરસ સલ્ફાઇડ, રેતી અને ગુંદરના મિશ્રણના લેપવાળી કાગળની પટ્ટી ઉપર (સોડિયમ નાઇટ્રેટ અથવા એમોનિયમ ફોસ્ફટના દ્રાવણમાં બોળીને સૂકવેલી તથા સિંદૂર, પોટેશિયમ ક્લોરેટ, એન્ટિમની સલ્ફાઇડ અને ગુંદરનું મિશ્રણ જેની ટોચ ઉપર લગાડેલ છે તેવી, ૧૮૫રમાં સ્વિડનના ઉંડસ્ટ્રોમે શોધેલી) દીવાસળીના વેગપૂર્વકના ઘર્ષણથી ઉત્પન્ન થતો અગ્નિ સચિત્ત છે તેમ ટરબાઇનની અંદરમાં ગોઠવેલ મેગ્નેટ અને કોઈલની વિશિષ્ટ ગોઠવણના લીધે મેગ્નેટિક ફિલ્ડમાં ઘૂમતા કન્ડક્ટિગ રોડ દ્વારા ચુંબકીય રેખાઓ (Magnetic lines)ને કાપવા માટે ઊભા થતા પ્રબળ ઘર્ષણથી ઉત્પન્ન થતી દાહક ઇલેક્ટ્રિસિટી પણ બાદર તેઉકાય જીવસ્વરૂપ છે – એવું ફલિત થાય છે. જો ઘર્ષણ વિના જ ત્યાં ઈલેક્ટ્રિસિટી ઉત્પન્ન થતી હોય તો ટરબાઈન બંધ હોય તો પણ ત્યાં વીજળી ઉત્પન્ન થવી જોઈએ. પરંતુ તેવું થતું નથી. 173 Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005303
Book TitleShu Vidyut Sachit Teukay Che
Original Sutra AuthorN/A
AuthorMahendramuni
PublisherAnekant Bharati Prakashan
Publication Year2005
Total Pages312
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy