SearchBrowseAboutContactDonate
Page Preview
Page 180
Loading...
Download File
Download File
Page Text
________________ જોડવું ફક્ત પોતાના પૂર્વાગ્રહની પૃષ્ટિ કરવાનો પ્રયત્ન છે. એટલે ન જૈન દર્શનના આધાર પર અને ન વિજ્ઞાનના આધાર પર એ સિદ્ધ થાય છે કે સ્પેસમાં ઑક્સિજન છે. હવા અથવા ઑક્સિજન ફક્ત વાતાવરણ” જ્યાં સુધી છે, ત્યાં સુધી જ વિદ્યમાન છે. વાતાવરણ પૃથ્વીની સપાટીથી ફક્ત ૪૦૦ કિલોમીટર સુધી જ છે. (આ વાતની ચર્ચા થઈ ગઈ છે.) પ્રશ્ન ૧૦ઃ વૈજ્ઞાનિક દૃષ્ટિકોણથી વિચારીએ તો ચોમાસામાં આકાશમાં ઉત્પન્ન થતી વીજળી અને વાયરમાંથી પસાર થતી વીજળીના સ્વરૂપમાં કોઈ જ ફરક નથી. બન્ને વિદ્યુતનું આંતરિક બંધારણ એક સરખું છે. ચોમાસામાં વાદળાના ઘર્ષણથી ઉત્પન્ન થતી વીજળી તો આગમાનુસાર સચિત્ત જ છે, સજીવ જ છે. આ તો નિર્વિવાદ સત્ય છે. તથા કૃત્રિમ પ્રયત્નથી ટરબાઈન આદિના માધ્યમથી ઉત્પન્ન કરવામાં આવતી વીજળીનું સ્વરૂપ કુદરતી વીજળી જેવું જ છે. અવકાશી વીજળી અને ઇલેક્ટ્રિસિટી – આ બંનેનું બંધારણ, બન્નેના કાર્યો અને બંનેનું સ્વરૂપ સમાન જ છે. સાયન્સની દષ્ટિએ આકાશમાં થતી વીજળી, ટરબાઈનના માધ્યમથી થતી વીજળી, બેટરી-સેલના માધ્યમથી થતી વીજળી કે અન્ય કોઈ પણ પ્રક્રિયાથી ઉત્પન્ન કરાતી વીજળી એકસરખાં જ સ્વરૂપની છે. Kite & Key experiment કરનાર બેન્જામિન ફ્રેંકલિન નામના વૈજ્ઞાનિક ૧૭૫ની સાલમાં શોધ કરીને જાહેર કરેલ છે કે આકાશમાં થતી વીજળી અને વાયરમાંથી પસાર થતી વીજળી અને વાયરમાંથી પસાર થતી ઇલેક્ટ્રિસિટી – આ બંને એક જ છે. આ વિગત ઇન્ટરનેટ દ્વારા જાણી શકીએ છીએ. Franklin Institute, Philadephi, U.S.A. “He did make the important discovery that lightning and electricity are the same.” [http:/sln.fi.edu./tfi/exhibitr/frankli.html] ફ્રેંકલિનના મંતવ્ય મુજબ આકાશમાં થતી વીજળી એ ઇલેક્ટ્રિસિટીનું જ એક પ્રકારનું ઉત્સર્જન છે. આ રહી ઇન્ટરનેટ દ્વારા મળતી વિગત. Info please Encyclopedia - "...which proved that lightning is an electrical discharge.” - (http:/ www.info.please.com/c16/people/A085 8229.html) Science Encyclopedia પુસ્તકમાં Electricity Chapter (પૃષ્ઠ-૨૨૮)માં gouac Ô } ‘Lighting is a form of electricity.' અર્થાતુ આકાશીય વીજળી એ ઈલેક્ટ્રિસિટીનો જ પ્રકાર છે. આમ વિજ્ઞાનની દૃષ્ટિએ તો આકાશમાં થતી વીજળી અને વાયરમાંથી પસાર 167 For Personal and Private Use Only Jain Educationa International www.jainelibrary.org
SR No.005303
Book TitleShu Vidyut Sachit Teukay Che
Original Sutra AuthorN/A
AuthorMahendramuni
PublisherAnekant Bharati Prakashan
Publication Year2005
Total Pages312
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy