SearchBrowseAboutContactDonate
Page Preview
Page 177
Loading...
Download File
Download File
Page Text
________________ બળવાના કારણે. જ્યારે બલ્બ વાયુરહિત (vaccum) ન થાય, ત્યારે નિષ્ક્રિય વાયુને ભરવામાં આવે છે, જેનાથી બળવાની ક્રિયા ન થાય તો પણ એમ માનવું કે ત્યાં જેમ તેમ ઑક્સિજન ઘૂસી જાય છે. આ વાત કોઈ પણ સ્વીકાર નહીં જ કરે. શાસ્ત્રોમાં ‘સુષિર’માં વાયુનો પ્રવેશ લખ્યો છે, પણ ત્યાં તો પહેલાંથી વાયુ છે જ, તો પછી બીજો વાયુ કેવી રીતે ધૂસી શકશે ? જેટલા પણ વાયુથી ભરેલા (ગેસ-ફિલ્ડ) બલ્બ છે, એમાં બહારથી ઑક્સિજનનો પ્રવેશ થાય એ સંભવ જ નથી. અંદરના ગેસ નિષ્ક્રિય છે એટલે ફિલામેન્ટનું બાષ્પીભવન રોકાય છે તથા ફિલામેન્ટ જેવું હતું તેવું સુરક્ષિત રહે છે. શૂન્યાવકાશની જૈન માન્યતા વિજ્ઞાનની માન્યતાથી જુદી છે. વસ્તુતઃ આખા લોકમાં જીવ અને પુદ્ગલ ઠાંસી ઠાંસીને ભર્યા છે. પણ એ બધાં વ્યવહારની પ્રક્રિયાઓને નથી બાધા પહોંચાડતા, નથી પ્રભાવિત કરતા. વિજ્ઞાન અનુસાર નિર્વાતીકરણ (વાયુરહિત) થવાથી જે સ્થાન હવા-રહિત થઈ જાય છે તે નિર્વાત (વાયુરહિત) થવાથી જે સ્થાન હવા-રહિત થઈ જાય છે તે નિર્વાત (વાયુરહિત) કહેવાય છે. હવા (Air)માં ઑક્સિજનની વિદ્યમાનતા સ્વભાવિક રીતે જ હોય છે. એટલે નિર્વાત સ્થાનમાં તો ઑક્સિજન પણ નથી રહેતો. જો બહુ જ થોડીમાત્રામાં રહી પણ જાય, તો એનો અન્ય ઉપયોગથી નાશ કરી દેવાય છે. પ્રશ્ન ૮ : જૉસેફ પ્રિસ્ટલી (Joseph Priestly) નામના વૈજ્ઞાનિકે ૧૭૭૪માં ઑક્સિજનની શોધ કરી. શ્વાસોચ્છ્વાસ તથા દહનક્રિયા માટે ઑક્સિજન અનિવાર્ય છે. આવી વિજ્ઞાનની જૂની માન્યતાને યાદ કરીને કેટલાક વિદ્વાનો કહે છે કે ‘બલ્બમાં ઑક્સિજન ન હોવાથી તે કઈ રીતે પ્રકાશી શકે ?' પરંતુ આ દલીલ પણ બરાબર નથી. કારણ કે પ્રાચીન વિદ્વાન દહનક્રિયામાં ઑક્સિજનને આવશ્યક માને છે, બલ્બમાં થનાર પ્રકાશ-ગરમી વગેરેમાં નહિ. વળી, મોર્ડન સાયન્સના સિદ્ધાંત મુજબ પ્રસ્તુતમાં એક વાત યાદ રાખવા જેવી છે કે ‘ઑક્સિજન વિના આગ ન જ લાગે, દહનક્રિયા ન જ થાય' તેવો પણ કોઈ નિયમ નથી. ઑક્સિજનની ગેરહાજરીમાં પણ ક્લોરિન વાયુમાં હાઇડ્રોજન બળે છે. Infoplease Enyclopedia'માં જણાવેલ છે કે ‘Combustion need not involve Oxygen, e.g., hydrogen burns in Chlorine to form hydrogen chloride with the libereation of heat and light..." Jain Educationa International 164 For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005303
Book TitleShu Vidyut Sachit Teukay Che
Original Sutra AuthorN/A
AuthorMahendramuni
PublisherAnekant Bharati Prakashan
Publication Year2005
Total Pages312
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy