SearchBrowseAboutContactDonate
Page Preview
Page 174
Loading...
Download File
Download File
Page Text
________________ આવર્ત કોષ્ટક પરિશિષ્ટ-૨માં આપેલ છે. શૂન્યસમૂહના હિલિયમ, નિયોન, ઓર્ગન, ક્રિપ્ટોન, ઝેનોન, રેડોન, નાઇટ્રોજન વગેરે વાયુઓ ઉમદા વાયુઓ (inert gases) કહેવાય છે. આ ઉમદા વાયુઓ ઇલેક્ટ્રોન ગુમાવવાનું કે મેળવવાનું કે ઇલોક્ટ્રોનની ભાગીદારી કરવાનું સહેજ પણ વલણ ધરાવતા નથી. આ દરેક વાયુ પોતાના સિવાય બીજા કોઈ પણ મૂળ તત્ત્વના પરમાણુ સાથે રાસાયણિક ક્રિયા કરતા નથી. કારણ કે તેમની બધી કક્ષાઓ અને ઉપકક્ષાઓ ઇલેક્ટ્રોનથી ભરેલી હોય છે. એ રીતે તે બધા રાસાયણિક રીતે તટસ્થ છે. આમ કોઈ બીજા મૂળ તત્ત્વોનો સંસર્ગ નહિ રાખતા હોવાથી તેમને ઉત્કૃષ્ટ (noble) વાયુ કહેવામાં આવે છે. વિજ્ઞાનકોષ-ભૌતિક વિજ્ઞાન-ભાગ-૭/પૃષ્ઠ-૬૪, લેખક PA.P. માંથી સાભાર ઉદ્ધત) માટે આ વાયુઓ નિષ્ક્રિય વાયુ તરીકે પણ ઓળખાય છે. (ડૉ. સી. બી. શાહ, વિજ્ઞાન કોષ ભાગ-૫ પૃષ્ઠ-૧૪૭) આ હકીકતને લક્ષમાં રાખીને વિજ્ઞાનકોષ-રસાયણવિજ્ઞાન પુસ્તકમાં ડૉ. એમ. એમ. દેસાઈ જણાવે છે કે “નિષ્ક્રિય વાયુઓ સ્થાયી હોય છે.” (ગુજરાત યુનિવર્સિટી - અમદાવાદ દ્વારા પ્રકાશિત, ભાગ-૫ પૃષ્ઠ-૪૯). આથી લાંબા સમય સુધી બલ્બને પ્રકાશવામાં નાઇટ્રોજન વગેરે વાયુઓ સહાયક બને છે. નિયોન પણ નિષ્ક્રિય વાયુ હોવાથી વિદ્યુત દીવા, નિયોન ટ્યૂબ, નીલદીપ્ત પ્રકાશનળીઓની રચના, સ્પાર્ક ચેમ્બર વગેરેમાં ભરવામાં આવે છે. (જુઓ વિજ્ઞાનકોષ ભાગ-૫/પૃષ્ઠ-૪૧૩) હેલોજન લેમ્પમાં હેલોજન વાયુ ભરવામાં આવે છે. સોડિયમ પર લેમ્પ, મર્ક્યુરી લેમ્પ વગેરેમાં સોડિયમ વેપર, મર્ક્યુરી વેપર વગેરે વાયુઓ ભરવામાં આવે છે. આ વાત પણ જાણિતી છે. “ગુજરાત સમાચાર તા. ૨૬-૬-૦૨ બુધવારની પૂર્તિમાં “ઇલેક્ટ્રિક લાઈટ કેવી રીતે કામ કરે છે?' આવા હેડિંગવાળા લેખમાં પણ જણાવેલ છે કે શું તમે જાણો છો કે બલ્બમાં વાયુ પણ હોય છે? હા, બલ્બમાં વાયુ પણ હોય છે. જેનું નામ છે ઓર્ગન. ૧૯૨૦ સુધી ઓર્ગન વાયુનો ઉપયોગ ઉદીપ્ત દીવો (incandescent lamp) ભરવામાં થતો. આર્ક વેલ્ડિંગમાં થતાં અનિચ્છનીય ઑક્સિડેશન રોકવા માટે પ્રતિદીપ્ત દીવો (flourescent lamp) ઇલેક્ટ્રોનિક નળીઓ વગેરે ભરવા માટે તેનો ઉપયોગ થાય છે. (વિજ્ઞાનકોષ-રસાયણવિજ્ઞાન ભાગ-૫, પૃષ્ઠ-૫૫ કુ. સી. વી. વ્યાસ કૃત – “ઓર્ગન' પ્રકરણમાંથી સાભાર ઉદ્ધત) આ વાયુ ટંસ્ટન સાથે જોડાઈ શકતો નથી. એટલે જ તેને બલ્બમાં ભરવામાં આવે છે.” 161 Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005303
Book TitleShu Vidyut Sachit Teukay Che
Original Sutra AuthorN/A
AuthorMahendramuni
PublisherAnekant Bharati Prakashan
Publication Year2005
Total Pages312
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy