________________
જૈન દર્શન અને વિજ્ઞાનમાં વિધુત અને અગ્નિ
“મારી વિરોઘેન ને ત ”: આગમની સાથે વિરોધ ન થાય, તેવી રીતે તત્ત્વની શોધ માટે સુવિચાર કરવો એને જ તર્ક કહેવાય છે. તેને આધારે પ્રસ્તુત વિષયની નિષ્પક્ષ મીમાંસા જરૂરી છે. મૂળ વિષય પર જતા પહેલાં કેટલાક પાયાના બિંદુઓને બહુજ સારી રીતે સમજવા જોઈએ.
૧. “તમેવ સર્ચ નિરર નિહિં પ૨ : આ સૂત્ર આપણા ચિંતનનો મુખ્ય આધાર હોવો જોઈએ. એની સાથે સાથે એ પણ યાદ રાખવું જોઈએ કે “જિનેશ્વર દેવ દ્વારા પ્રવેદિત” - ભાખેલા તથ્યને સમ્યક પ્રકારે સમજ્યા છીએ કે નહીં? આગમ-વચન કઈ દૃષ્ટિથી, કયા સંદર્ભમાં અને કઈ વાત રજૂ કરે છે તે સમજવું જરૂરી છે. તેની સંપૂર્ણ સમજણ વગર આપણે કોઈપણ વાત એવી ન કહેવી જોઈએ કે જિનેશ્વર દેવ દ્વારા વિવક્ષિત ન હોય. નયવાદનું મંતવ્ય એ છે કે પ્રત્યેક વચનને એના સંદર્ભમાં જ સમજવું જોઈએ. પૂર્વાપરનો સંબંધ, શબ્દોના વિવિધ અર્થ, દષ્ટિકોણ અથવા અપેક્ષાને સમ્યગુ બોધ વગર આગમવચન સમજી ન શકાય અને એટલા જ માટે આ દષ્ટિ રાખી સાચી સમજણથી જ નિશંક અને સત્ય વાત સુધી પહોંચવાનો પ્રયત્ન કરવો જરૂરી છે.
૨. વિજ્ઞાનની દરેક વાત માનવી જ જોઈએ એવો કોઈ સિદ્ધાંત નથી. સાથે- . સાથે વિજ્ઞાન દ્વારા રજૂ કરવામાં આવેલા તથ્યો આગમ અને અન્ય પ્રમાણના આધાર પર ચકાસીને જો સ્વીકારવા જેવા લાગે તો સ્વીકારવા પણ જોઈએ, એટલે વિજ્ઞાનની વાતને ન તો આંખો બંધ કરીને માનવી જોઈએ, કે ન તો એના બધા તથ્યો મિથ્યા જ છે એવો પૂર્વગ્રહ રાખવો જોઈએ. આગમની વિરુદ્ધ ન હોય એવા વિજ્ઞાનના તર્કયુક્ત તથ્યોને તટસ્થતાપૂર્વક સમજવાની કોશિશ કરવી એ જ યોગ્ય લાગે છે.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org