________________
શ્રી સમયસાર
અપેક્ષા સાથે વિચારતા મેચકામેચક (ભેદાભેદ) રૂપે શોભે છે. એમ પરસ્પર સુમેળપણે પ્રગટ થતી શક્તિઓના ચક્રરૂપે સ્ફુરાયમાન થતું હોવા છતાં તે નિર્મળ બુદ્ધિવાળાના મનને ભ્રાંતિ પમાડતું નથી. (કલશ ૨૭૨)
૩૪૦
પૃથ્વી
इतो गतमनेकतां दधदितः सदाप्येकतामितः क्षणविभंगुरं ध्रुवमितः सदैवोदयात् । इतः परमविस्तृतं धृतमितः प्रदेशैर्निजैरहो सहजमात्मनस्तदिदमद्भुतं वैभवम् ॥२७३॥
આત્મતત્ત્વ આ તરફથી (પર્યાયદૃષ્ટિથી) જોતાં અનેકતાને ધારણ કરતું જણાય છે, અને આ તરફથી (દ્રવ્ય દૃષ્ટિથી) જોતાં તે સદાને માટે એકતાને ધારણ કરે છે; આ તરફથી (ક્રમભાવી પર્યાયોની અપેક્ષાએ) તે ક્ષણ ક્ષણ વિનાશ થતું હોવાથી ક્ષણભંગુર છે અને આ તરફથી (સહભાવી ગુણોની અપેક્ષાએ) સદા ઉદયમાન હોવાથી ધ્રુવ છે; વળી આ તરફથી (જ્ઞાનમાં જણાતા પ૨પદાર્થોની અપેક્ષાથી) જોતાં તે સર્વત્ર વિસ્તાર પામેલું છે અને આ તરફથી (સ્વસ્વરૂપની અપેક્ષાથી) જોતાં પોતાના પ્રદેશોમાં જ ધારણ કરાયેલું છે. અહો ! એવો આ આત્માનો સહજ અદ્ભુત વૈભવ છે. (કલશ ૨૭૩)
પૃથ્વી कषायकलिरेकतः स्खलति शांतिरस्त्येकतो भवोपहतिरेकतः स्पृशति मुक्तिरप्येकतः ।
जगत्त्रितयमेकतः स्फुरति चिच्चकास्त्येकतः स्वभावमहिमात्मनो विजयतेऽद्भुतादद्भुतः ॥२७४ ॥
આત્મામાં જોઈએ તો એક તરફથી કષાયનો ક્લેશ ભુલાવે છે અને એક તરફથી કષાયના ઉપશમરૂપ શાંતિ વર્તે છે; એક તરફથી
For Personal and Private Use Only
Jain Educationa International
www.jainelibrary.org