________________
શ્રી સમયસાર
છે, જે શુદ્ધ પ્રકાશના સમૂહથી ભરપૂર એવા સુપ્રભાત (શુક્લ લેશ્યા)થી યુક્ત છે, જે આનંદમાં સુસ્થિત સદા અસ્ખલિત એક રૂપવાળા (ધ્યાનારૂઢ થયેલા) છે, તેને જ આ અચળ જ્યોતિવાળો અનંતચતુષ્ટયસ્વરૂપ આત્મા ઉદય થાય છે. (કલશ ૨૬૮)
૩૩૮
વસંતતિલકા
स्याद्वाददीपितलसन्महसि प्रकाशे शुद्धस्वभावमहिमन्युदिते मयीति । किंबंधमोक्षपथपातिभिरन्यभावै
र्नित्योदयः परमयं स्फुरतु स्वभावः ॥ २६९ ॥
સ્યાદ્વાદ વડે પ્રગટેલા તેજવાળા પ્રકાશમાં શોભતો શુદ્ધસ્વભાવરૂપ મહિમા જો મારામાં ઉદય થયો છે, તો હવે સંસાર કે મોક્ષમાર્ગમાં પાડનારા અન્ય ભાવો-બંધમોક્ષના વિકલ્પોથી મારે શું પ્રયોજન છે ? નિત્યપ્રગટ એવો આ (શુદ્ધ) સ્વભાવ મારામાં ઉત્કૃષ્ટપણે સ્ફુરાયમાન થાઓ.
(કલશ ૨૬૯)
વસંતતિલકા
चित्रात्मशक्तिसमुदायमयोऽयमात्मा
सद्यः प्रणश्यति नयेक्षणखंड्यमानः ।
तस्मादखंडमनिराकृतखंडमेक
मेकांतशांतमचलं चिदहं महोऽस्मि ॥ २७० ॥
અનેક આશ્ચર્યકારી આત્મશક્તિઓના સમુદાયવાળો આ આત્મા નયોથી જોવાવડે ખંડ ખંડ થતો નાશ પામે છે. તેથી અખંડ અને જેમાંથી કોઈ ખંડ દૂર કરાયા નથી એવો એક, સર્વથા શાંત અચળ ચૈતન્ય તેજરૂપ હું છું. (કલશ ૨૭૦)
For Personal and Private Use Only
Jain Educationa International
www.jainelibrary.org