________________
૩૩૬
શ્રી સમયસાર
કરાયેલા વ્યવહાર સમ્યગ્દર્શનજ્ઞાનચારિત્રના વિપાકની અધિકતાથી, પરંપરાએ ક્રમે કરીને સ્વરૂપમાં આરોપ્યમાણ થતાં, અંતરમાં મગ્ન થવારૂપે નિશ્ચય સમ્યદર્શનજ્ઞાનચારિત્રને પામીને તેની વિશેષતા કરવાવડે સાધના કરે છે, ત્યારે સાધક કહેવાય છે; તથા તે સાધકપણાની પરમ પ્રકર્ષ મકરિકા-ઉત્કૃષ્ટ મર્યાદા--હદ ઉપર આરૂઢ થઈને રત્નત્રયની અતિશયતા પૂર્વક પ્રવર્તતા સંપૂર્ણ કર્મનો ક્ષય કરવાથી પ્રકાશેલો અખલિત એવો જે આત્માનો અચળ વિમળ સ્વભાવ તે વડે જ્યારે સિદ્ધરૂપે સ્વયં પરિણમે છે, ત્યારે જે જ્ઞાનમાત્ર ભાવ પ્રથમ સાધક-ઉપાયરૂપે હતો તે જ હવે સિદ્ધ-ઉપેયરૂપ થાય છે. અર્થાત્ જ્ઞાનમાત્ર એક આત્મા ઉપાય ઉપેય એ બે ભાવને સાધે છે.
એ પ્રમાણે બન્ને અવસ્થામાં જ્ઞાનમાત્રની અનન્યતાવડે નિત્ય અખલિત એક આત્મવસ્તુને નિષ્કપપણે ગ્રહણ કરવાથી અર્થાત્ જ્ઞાનમાત્ર ભાવમાં અચળ સ્થિરતા કરવાથી તે જ ક્ષણે જેને સંસારમાં અનાદિકાળથી તે ભૂમિકાની પ્રાપ્તિ નથી થઈ એવા મુમુક્ષુઓને પણ તે અપૂર્વ જ્ઞાનભૂમિકાની પ્રાપ્તિ થાય છે. પછી તે જ્ઞાનમાત્રભાવમાં નિત્ય અડોલ રહેતા તેઓ પોતે જ ક્રમે ને અક્રમે પ્રવર્તતા અનંત ધર્મોની મૂર્તિસમા, સાધકભાવથી ઉત્પન્ન થયેલી પરમ ઉત્કૃષ્ટતાની કોટી-હદરૂપ સિદ્ધિભાવના ભાજન થાય છે. પરંતુ જેની અંદર અનંત ધર્મો રહેલા છે એવા જ્ઞાનમાત્ર એકભાવરૂપ ભૂમિકાને જેઓ પ્રાપ્ત થતા નથી તેઓ નિત્ય અજ્ઞાની રહેતા તે જ્ઞાનમાત્ર ભાવનું સ્વસ્વરૂપે ન થવું અને પરરૂપે થવું એવા વિપરીત પરિણામને જોતા જાણતા અનુભવતા અને એ રીતે મિથ્યાવૃષ્ટિ મિથ્યાજ્ઞાની અને મિથ્યાચારિત્રી થતા ઉપાય ઉપેયથી અત્યંત ભ્રષ્ટ થયેલા જન્મમરણ કરવારૂપે સંસારમાં પરિભ્રમણ કરે છે.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org