________________
૩૦૨
[૩૪] વિષય
પૃષ્ઠ એમ જિન કહે છે. તેથી આચાર્ય ઉપદેશ છે કે : ' ગાથા (૪૧૧) મુનિગૃહી વેષની મમતા મૂકીને હે ભવ્ય ! તું દર્શનજ્ઞાનચારિત્રરૂપ મોક્ષમાર્ગમાં આત્માને જોડ. (૪૧૨) તે મોક્ષમાર્ગમાં જ આત્માને સ્થાપ. તેમાં જ ધ્યાનરૂપ પ્રવૃત્તિ કર અને તેમાં જ સદા વિહાર કર, પરંતુ પરમાં ક્યાંય વિચરીશ નહિ. (૪૧૩) જેઓ આ પ્રકારે જ્ઞાન આરાધના ન કરતાં અનેક પ્રકારના મુનિલિંગ અને ગૃહસ્થલિંગ ધારીને તેની મમતા આગ્રહ કરે છે તેઓ સમયસારરૂપ આત્માને અનુભવતા નથી. હવે નય વિભાગથી અથવા સ્યાદ્વાદથી સમજાવે છે . ૩૦૬ ગાથા (૪૧૪) વ્યવહાર એ નિશ્ચયનું બહિરંગ સહકારી કારણ છે તેથી વ્યવહારથી અનેક પ્રકારના મુનિવેષ તથા ગૃહસ્થષ પણ મોક્ષમાર્ગ કહેવાય છે. પરંતુ નિશ્ચયથી તેમ ન કહેવાય. હવે સમામિ કરતાં આચાર્ય ગ્રંથ વાચનનું ફળ દર્શાવે છે: ૩૧૦ ગાથા (૪૧૫) જે કોઈ આ શ્રી સમયસાર ગ્રંથને કાળજીપૂર્વક વાંચીને, તેમાં કહેલા આત્મસ્વરૂપનું ભાવપૂર્વક મનન કરીને પછી તે સ્વરૂપમાં આત્માને નિર્વિકલ્પપણે સ્થાપન કરશે, તે ઉત્તમ મોક્ષસુખને અવશ્ય પામશે.
૧૦ પરિશિષ્ટ (૧) સ્યાદ્વાદપૂર્વક વસ્તુ (આત્મ) તત્ત્વની વ્યવસ્થા તથા (૨) . મોક્ષનો ઉપાય અને ઉપેય જે મોક્ષ તે વિષે સ્પષ્ટીકરણ કરી ટીકાકાર ગ્રંથ-સમાપ્તિ કરે છે.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org