________________
૩૨૮
શ્રી સમયસાર
નિત્ય એવું જ્ઞાન અનિત્યપણે પરિણમેલું હોવા છતાં પણ ઉજ્જ્વલ ચૈતન્ય વસ્તુને મેળવે છે.
(કલશ ૨૬૧)
અનુષ્ટુપ इत्यज्ञानविमूढानां ज्ञानमात्रं प्रसाधयन् आत्मतत्त्वमनेकांतः स्वयमेवानुभूयते ॥२६२॥
આ પ્રમાણે અજ્ઞાનથી મૂઢ થયેલાઓને સમજાવવા આત્મતત્ત્વને જ્ઞાનમાત્ર સાધીને તેનું અનેકાંતપણું બતાવ્યું, તે અનેકાંત કલ્પિત નથી પરંતુ સ્વયં અનુભવાય છે. અર્થાત્ ઉપરોક્ત નયોને પોતાના આત્મામાં વિચારીને અનુભવ કરવો એમ કહેવું છે. (કલશ ૨૬૨) પદાર્થ અનેક ધર્મથી યુક્ત છે તેથી તેની પ્રાપ્તિ સ્યાદ્વાદથી થાય છે. એકાંતવાદી એક એક ધર્મપર દૃષ્ટિ આપીને તેનો આગ્રહ કરવારૂપ મત સ્થાપન કરે છે, તેથી તેમને વાસ્તવિક પદાર્થની ઓળખાણ થતી નથી. અહીં ઉપર વર્ણવ્યા એવા મતવાદીઓના ૧૪ ભેદ દર્શાવી તેમણે માનેલા એકાંતવાદમાં આવતી ભૂલોનું સ્યાદ્વાદ વડે નિરાકરણ કર્યું છે. અર્થાત્ વિપરીત નયને સ્યાદ્વાદ સહિત સમ્યક્ પ્રકારે દર્શાવ્યા છે.
એ રીતે આત્મા તત્ છે, આત્મા અતત્ છે. આત્મા એક છે, આત્મા અનેક છે, આત્મા પોતાના દ્રવ્યક્ષેત્રકાળભાવથી સત્ છે પરના દ્રવ્યક્ષેત્રકાળભાવથી અસત્ છે, આત્મા નિત્ય છે, આત્મા અનિત્ય છે એ આદિ અનંત ધર્મો આત્મા સંબંધી ઘટાવાય છે. તે બધા યોગ્ય અપેક્ષાપૂર્વક અને સાત્ શબ્દથી યુક્ત હોય તો સ્યાદ્વાદમાં સમાય છે. તેમાંથી એક વખતે એક ધર્મ કહી શકાય છે તેથી વસ્તુને તે ધર્મની અપેક્ષાએ મુખ્ય કરીને કહે અને બાકીના
For Personal and Private Use Only
www.jainelibrary.org
Jain Educationa International