________________
૩૨૬
શ્રી સમયસાર
નાશ કરે છે. તેને સાદ્વાદી જ્ઞાની કહે છે કે પરભાવથી આત્માનું નાસ્તિત્વ છે.
શાર્દૂલવિક્રીડિત अध्यास्यात्मनि सर्वभावभवनं शुद्धस्वभावच्युतः सर्वत्राप्यनिवारितो गतभयः स्वैरं पशुः क्रीडति । स्याद्वादी तु विशुद्ध एव लसति स्वस्य स्वभावं भरादारूढ : पर भावभावविरह व्यालोकनिष्कं पित: ॥२५९ ॥
એકાંતવાદી અજ્ઞાની પશુ આત્મામાં સર્વ પરભાવના હોવાપણાને અધ્યાસ કરીને પોતાના શુદ્ધ સ્વભાવથી શ્રુત થયેલો કોઈના પણ અંકુશ વગર ભયરહિત થઈને સર્વત્ર પરભાવોમાં સ્વેચ્છાપૂર્વક પ્રવર્તન કરે છે, અને સ્યાદ્વાદી તો પોતાના સ્વભાવમાં અત્યંતપણે આરૂઢ અને પરવસ્તુના ભાવે પરિણમવાથી રહિત માત્ર દ્રષ્ટાપણે નિષ્કપ રહેલા વિશુદ્ધ થઈને શોભે છે. (કલશ ર૫૯)
(૧૩) યાત્ નિત્ય - આત્મા દ્રવ્યપણે નિત્ય છે.
કોઈ ક્ષણિકવાદી બૌદ્ધ આદિ કહે છે કે સમયે સમયે જ્ઞાન પલટાય છે તેથી એક આત્મા નાશ થઈને અન્ય નવો ઊપજે છે, એ રીતે આત્મા એકાંતે અનિત્ય છે. તેને સ્યાદ્વાદી કહે છે કે જ્ઞાનના પરિણમવાથી વિશેષ જ્ઞાન પલટાય છે, પરંતુ જ્ઞાન સામાન્યનો નાશ થતો નથી. જેમ કે સમુદ્રમાં તરંગો ઊપજે છે ને નાશ થાય છે પરંતુ તેથી સમુદ્રનો નાશ થતો નથી.
શાર્દૂલવિક્રીડિત प्रादुर्भावविराममुद्रितवहद् ज्ञानांशनानात्मना निर्ज्ञानात्क्षणभंगसंगपतितः प्रायः पशुर्नश्यति ।
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org