________________
૨૯૫
૯. સર્વવિશુદ્ધજ્ઞાન અધિકાર રૂપ કાંઈ જાણે નહીં, રૂપ ન તેથી જ્ઞાન; જ્ઞાન ભિન્ન ને રૂપ પણ, ભિન્ન કહે ભગવાન. ૩૯૨ વર્ણ કાંઈ જાણે નહીં, વર્ણ ન તેથી જ્ઞાન; જ્ઞાન ભિન્ન ને વર્ણ પણ, ભિન્ન કહે ભગવાન. ૩૯૩ ગિંધ કાંઈ જાણે નહીં, ગંધ ન તેથી જ્ઞાન; જ્ઞાન ભિન્ન ને ગંધ પણ, ભિન્ન કહે ભગવાન. ૩૯૪ સ્વાદ કાંઈ જાણે નહીં, સ્વાદ ન તેથી જ્ઞાન; જ્ઞાન ભિન્ન ને સ્વાદ પણ, ભિન્ન કહે ભગવાન. ૩૫ સ્પર્શ કાંઈ જાણે નહીં, સ્પર્શ ન તેથી જ્ઞાન; જ્ઞાન ભિન્ન ને સ્પર્શ પણ, ભિન્ન કહે ભગવાન. ૩૯૬ કર્મ કાંઈ જાણે નહીં, કર્મ ને તેથી જ્ઞાન; જ્ઞાન ભિન્ન ને કર્મ પણ, ભિન્ન કહે ભગવાન. ૩૯૭ ધર્મ કાંઈ જાણે નહીં, ધર્મ ને તેથી જ્ઞાન; જ્ઞાન ભિન્ન ને ધર્મ પણ, ભિન્ન કહે ભગવાન. ૩૯૮ અધર્મ કંઈ જાણે નહીં, તેથી તે નહિ જ્ઞાન; જ્ઞાન ભિન્ન ને ભિન્ન છે, અધર્મ કહે ભગવાન. ૩૯૯ કાલ કાંઈ જાણે નહીં, કાલ ન તેથી જ્ઞાન; જ્ઞાન ભિન્ન ને કાલ પણ, ભિન્ન કહે ભગવાન. ૪૦૦ વ્યોમ કાંઈ જાણે નહીં, વ્યોમ ને તેથી જ્ઞાન; જ્ઞાન ભિન્ન ને વ્યોમ પણ, ભિન્ન કહે ભગવાન. ૪૦૧ જાણે અધ્યવસાન ના, તેથી તે નહિ જ્ઞાન; જ્ઞાનથી અધ્યવસાનને, ભિન્ન કહે ભગવાન. ૪૦૨ જાણે છે જીવ સર્વદા, તેથી જીવ જ જ્ઞાન; જ્ઞાયક જ્ઞાન અભિન્ન છે, જ્ઞાની તે જ પ્રમાણ. ૪૦૩ જ્ઞાની માને જ્ઞાનને, સંયમ સૂત્ર સમસ્ત; દીક્ષા ધર્મ-અધર્મ સૌ, સમકિત પ્રશસ્ત. ૪૦૪
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org