________________
[૧૩] ત્રિવિધ તાપરૂપ આ સંસાર જણાતાં છતાં મૂર્ખ એવો જીવ તેમાં જ વિશ્રાંતિ ઇચ્છે છે; પરિગ્રહ, આરંભ અને સંગ એ સૌ અનર્થના હેતુ છે' એ આદિ જે શિક્ષા છે તે “ઉપદેશ જ્ઞાન' છે. આત્માનું હોવાપણું, નિત્યપણું, એકપણું અથવા અનેકપણું, બંધાદિ ભાવ, મોક્ષ, આત્માની સર્વ પ્રકારની અવસ્થા, પદાર્થ અને તેની અવસ્થા એ આદિને દ્રતાદિથી કરી જે પ્રકારે સિદ્ધ કર્યા હોય છે તે સિદ્ધાંત જ્ઞાન” છે.”
“બોધ બે પ્રકારથી જ્ઞાની પુરુષોએ કર્યો છે – એક તો સિદ્ધાંતબોધ અને બીજો તે સિદ્ધાંતબોધ થવાને કારણભૂત એવો ઉપદેશબોધ' જો ઉપદેશબોધ જીવને અંતઃકરણમાં સ્થિતિમાન થયો ન હોય, તો સિદ્ધાંતબોધનું માત્ર તેને શ્રવણ થાય તે ભલે, પણ પરિણામ થઈ શકે નહીં. “સિદ્ધાંતબોધ” એટલે પદાર્થનું જે સિદ્ધ થયેલું સ્વરૂપ છે, જ્ઞાની પુરુષોએ નિષ્કર્ષ કરી જે પ્રકારે છેવટે પદાર્થ જામ્યો છે, તે જે પ્રકારથી વાણી દ્વારાએ જણાવાય તેમ જણાવ્યો છે એવો જે બોધ છે તે “સિદ્ધાંતબોધ' છે. પણ પદાર્થના નિર્ણયને પામવા જીવને અંતરાયરૂપ તેની અનાદિ વિપર્યાસ ભાવને પામેલી એવી બુદ્ધિ છે, કે જે વ્યક્તપણે કે અવ્યક્તપણે વિપર્યાસપણે પદાર્થસ્વરૂપને નિર્ધારી લે છે; તે વિપર્યાય બુદ્ધિનું બળ ઘટવા, યથાવત વસ્તુસ્વરૂપ જાણવાને વિષે પ્રવેશ થવા, જીવને વૈરાગ્ય અને ઉપશમ સાધન કહ્યાં છે; અને એવાં જે જે સાધનો જીવને સંસારભય દૃઢ કરાવે છે, તે તે સાધન સંબંધી જે ઉપદેશ કહ્યો છે, તે “ઉપદેશબોધ' છે.
આ ઠેકાણે એવો ભેદ ઉત્પન્ન થાય કે “ઉપદેશબોધ' કરતાં સિદ્ધાતબોધ'નું મુખ્યપણું જણાય છે, કેમકે “ઉપદેશબોધ' પણ તેને જ અર્થે છે, તો પછી સિદ્ધાંતબોધ'નું જ પ્રથમથી અવગાહન કર્યું હોય, તો જીવને પ્રથમથી જ ઉન્નતિનો હેતુ છે. આ પ્રકારે જો વિચાર ઉદ્ભવે તો તે વિપરીત છે, કેમકે સિદ્ધાંતબોધ'નો જન્મ ‘ઉપદેશબોધથી થાય છે. જેને વૈરાગ્ય-ઉપશમ સંબંધી ઉપદેશબોધ થયો નથી, તેને બુદ્ધિનું વિપર્યાસપણું વર્યા કરે છે; અને જ્યાં સુધી બુદ્ધિનું વિપર્યાસપણું હોય, ત્યાં સુધી સિદ્ધાંતનું વિચારવું પણ વિપર્યાસપણે થવું જ સંભવે છે, કેમકે ચક્ષુને વિષે જેટલી ઝાંખપ છે, તેટલો
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org