________________
૧૦૭
૨. કર્તાકર્મ અધિકાર વિકલ્પ કરનાર જીવમાં કર્મ બદ્ધ છે એ પક્ષની પાર જાય છે પણ વિકલ્પની પાર જતા નથી; જીવમાં કર્મ બદ્ધ અબદ્ધ છે એમ વિકલ્પ કરનાર બન્ને પક્ષની પાર ન જતા વિકલ્પની પાર જતા નથી. તેથી જે સમસ્ત નયપક્ષની પાર જાય છે, તે સમસ્ત વિકલ્પની પણ પાર જાય છે. એમ જે સમસ્ત વિકલ્પની પાર જાય છે તે સમયસારને પ્રાપ્ત થાય છે. જો એમ છે તો પછી નિર્વિકલ્પ થવા માટે નયપક્ષ ત્યાગની ભાવના કોણ ન ભાવે ? કારણ કે –
ઉપેન્દ્રવજા य एव मुक्त्वा नयपक्षपातं स्वरूपगुप्ता निवसंति नित्यम् । विकल्पजालच्युतशांतचित्तास्त एव साक्षादमृतं पिबंति ॥६९ ॥
જેઓ નયોના પક્ષપાતને છોડીને નિત્ય પોતાના સ્વરૂપમાં ગુપ્ત રહે છે અને વિકલ્પોની પરંપરારૂપ જાળથી મુક્ત શાંત ચિત્તવાળા થયા છે, તેઓ જ સાક્ષાત્ અમૃત પીએ છે. (કલશ ૬૯)
તેથી નયપક્ષ ત્યાગની ભાવના ભાવવી જોઈએ તે માટે ૨૦ કલશ અહીં આપ્યા છે :
.: ઉપજાતિ एकस्य बद्धो न तथा परस्य चिति द्वयोविति पक्षपातौ ।। यस्तत्त्ववेदी च्युतपक्षपातस्तस्यास्ति नित्यं खलु चिच्चिदेव ॥७० ॥ एकस्य मूढो न तथा परस्य चिति द्वयोविति पक्षपातौ ।। यस्तत्त्ववेदी च्युतपक्षपातस्तस्यास्ति नित्यं खलु चिच्चिदेव ॥७१ ।। एकस्य रक्तो न तथा परस्य चिति द्वयोविति पक्षपातौ ।। यस्तत्त्ववेदी च्युतपक्षपातस्तस्यास्ति नित्यं खलु चिच्चिदेव ॥७२ ।। एकस्य दुष्टो न तथा परस्य चिति द्वयोविति पक्षपातौ । यस्तत्त्ववेदी च्युतपक्षपातस्तस्यास्ति नित्यं खलु चिच्चिदेव ७३ ॥
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org