SearchBrowseAboutContactDonate
Page Preview
Page 79
Loading...
Download File
Download File
Page Text
________________ ૬૦ શાસનસમ્રા : પણ “તેજીને તે ટકરે જ હેય.” ડાહ્યાભાઈએ મોટાભાઈની વાત સાંભળીને તે જ વખતે તેમની સમક્ષ પ્રતિજ્ઞા કરી કે “મારે અત્યારથી જ તમામ વ્યસને ત્યાગ છે.” - મોટાભાઈ આ સાંભળીને વિચારમાં પડી ગયા. તેમને ખાત્રી હતી કે ડાહ્યાભાઈ જે બેલે છે, તે કરે જ છે. એમાં શંકાને સ્થાન નથી. તેમણે તરત જ ગંભીરતાથી કહ્યું: તારે દીક્ષા નથી લેવાની. વ્યસનો છોડ્યાં, એમ કહેવા માત્રથી શું વળે? વળી તારે તો હંમેશા પેંડા ખાવા જોઈએ છે. આ બધી વાતને મેળ દીક્ષામાં કયાં બેસે ? માટે દીક્ષાના વાત છોડી દે. અને જે કરતો હોય એ કર. પણ ડાહ્યાભાઈ મકકમ હતા. સૂર્યની ઉગમણી દિશા ફરે તે ડાહ્યાભાઈને નિશ્ચય બદલાય. તેમણે દઢ સ્વરે જવાબ આપે કે-“હું દીક્ષા લઈશ જ. બીજાં વ્યસને તે આજથી જ છોડયાં છે. અને પેંડા તો દીક્ષા લીધા પછી ન ખવાય એવું કેણે કહ્યું ?” આ સાંભળીને ટોકરશીભાઈ ગરમ થઈ ગયા. તેમણે કહ્યું: હું દીક્ષા નહિ જ લેવા દઉં, અને પછી તો બન્ને ભાઈઓમાં ઉગ્રતા આવી ગઈ. આ જોઈને પૂજ્યશ્રીએ બન્નેને વાર્યાશાન્ત કર્યા. અને કહ્યું કેઃ તમે બંને ભાઈઓ લડે તે ગ્ય નથી. રીતસર વાત કરે, અને એક-બીજાને સમજી લે. આથો બન્ને શાંત તો થયા. પણ પિતપતાની વાતમાં તે દઢ જ રહ્યા. ડાહ્યાભાઈ કહેહું દીક્ષા જરૂર લઈશ. તે ટેકરશીભાઈ કહે કે-હું કેટમાં કેસ (case) કરીશ, અને મનાઈ– હુકમ લાવીશ. અને ખરેખર ટોકરશીભાઈએ કોર્ટમાં કેસ કર્યો. ન્યાયાધીશ પણ એમના મળતિયા નીકળ્યા. એમણે દીક્ષાના દિવસની જ મુદત પાડી. દીક્ષાને શુભ દિવસ પહેલાં નિયત થઈ ગયે હતે. આ જાણીને ડાહ્યાભાઈ પૂજ્યશ્રી પાસે પહોંચી ગયા. અને કહ્યું સાહેબ ! હું મક્કમ છું. નક્કી કરેલ મુહૂતને ફેરવવું નથી. એ જ દિવસે દીક્ષા લેવી છે. માટે એ દિવસે આપને કેટમાં પધારવાનું. ચોઘડિયું આવે કે તરત જ મને હરણ તથા ચલપટ્ટો આપી દેશે, હું પહેરી લઈશ. બોલે, આપ સાહેબ તૈયાર છે ને ? પૂજ્યશ્રીએ પણ હા પાડી. એટલે એ પ્રમાણે કાર્યક્રમ ગોઠવાઈ ગયો. વા વાતને લઈ જાય.” આ વાતની ખબર શહેરના શાણે શ્રાવકને પડી. તેઓએ ડાહ્યાભાઈની શુદ્ધ-ભાવના પારખી લીધી. એટલે તેમણે ટેકરશીભાઈને આવા સત્કાર્યમાં અંતરાય ન કરવા સમજાવ્યા. અને કહ્યું કે-જે આ કેર્ટમાં આ પ્રમાણે કરશે તે તારી જ ફજેતી થશે. કરશીભાઈ પણ સમજુ અને ભાવિક શ્રાવક હતા. તેઓ આ વાત સાંભળતા જ હિંગ થઈ ગયા. પિતાના ભાઈની આ ભાવના સાચી, શુદ્ધ અને દઢ છે, એ જાણે તેમને પોતે કરેલા અંતરાય માટે પશ્ચાત્તાપ થયો. તત્કાળ તેમણે કેસ પાછા ખેંચી લઈ, ભાઈને દીક્ષા લેવાની સહર્ષ અનુમતિ આપી. Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005301
Book TitleShasan Samrat
Original Sutra AuthorN/A
AuthorSheelchandravijay
PublisherTapagacchiya Sheth Jindas Dharmdas Dharmik Trust
Publication Year1973
Total Pages478
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy