________________
શ્રીગુરુદેવની ચિર-વિદાય અવર્ણનીય હતે. એ આલ્હાદ જેવાં કેઈને કહ૫ના સરખીય નહોતી આવતી, કે ગુરુદેવને આપણને વિયોગ થશે.
વૈશાખ સુદી ૭ નો દિવસ આવ્યો. આજે શ્વાસનું જોર વધ્યું. સાધુ-સાધ્વી આદિ સકલ શ્રીસંઘ આહાર-પાણી વિ. સર્વ કાર્ય છેડીને ગુરુદેવની તહેનાતમાં જ બેઠા હતા. ચાર શરણા-અને નવકાર મહામંત્રનું શ્રવણ ચાલુ જ હતું. ગુરુદેવના મુખમાં પણ એકમાત્ર “રદંત-સિદ્ધ-સાદુ” નું જ ઉચ્ચારણ હતું. ડોકટર–વૈદ્યો પોતાના ઉપચાર કર્યો જ જતા હતા, પણ “દોરી તૂટી આયુષ્યની ત્યાં સાંધનારૂં કોણ છે?” એ ઉક્તિ અનુસાર એકેય ઉપચાર સફળ ન જ થયે. અને છેવટે-દિંત સિદ્ધ સાદુ આ અષ્ટાક્ષરી મંત્રનું સ્મરણ કરતાં કરતાં સંપૂર્ણ સમાધિભાવે રહેલા પૂજ્યપાદ ગુરુદેવ આ નશ્વર-દેહનો ત્યાગ કરીને સ્વર્ગલોકના પંથે સંચર્યો.
ઘડિયાળને કાંટે ત્યારે ૯ કલાક ઉપર ૩૦ મિનિટનો સમય દર્શાવતો હતો. સકલ સંઘના દુઃખને પાર ન રહ્યો. શિષ્ય પરિવારના દુઃખની તો વાત જ શી કરવી?
આ દુઃખદ-આઘાતજનક સમાચાર પાલિતાણા પૂ. શ્રી દાનવિજયજી મ. તથા સ્વ. પૂજ્ય ગુરુદેવના પ્રિય-શિષ્યરત્ન આપણું ચરિત્રનાયકશ્રીને મળ્યા. તેમના દુઃખનેય કઈ પાર ન રહ્યો. આપણા ચરિત્રનાયકશ્રીને જાણે વાઘાત થયો. આખે આંસુની ધારા વહી રહી. ખાવુંપીવું ઝેર થઈ ગયું. અણધાર્યો આ બનાવ બનવાથી ગુરુદેવની અંતિમ સેવામાં પિતે હાજર ન રહી શક્યા, એ વિચાર આવતાં જ તેઓ ગમગીન બની ગયા. પણ શું થાય ? ભાવિ આગળ કેઈનું ચાલતું નથી, આ વાત તેઓશ્રી સારી રીતે સમજતા હતા. તેઓએ જ્ઞાનદષ્ટિથી વિચાર્યું કે-હવે તે પૂ. ગુરુદેવ જેવા ગુણ કેળવીને એમની શાસન-સેવાની અભિલાષાઓ પૂર્ણ કરવી જોઈએ.
આ વિચાર આવતાં જ તેઓશ્રી મનોમન શાસનની સેવા કરવા માટે કૃતનિશ્ચયી બન્યા.
ત્યારપછી તો ૧૯૪ર્લ્ડ ચેમાસું તેઓએ પાલિતાણામાં જ કર્યું. આ ચાતુર્માસમાં સતત અધ્યયન-અધ્યાપન કાર્યમાં તત્પર રહેવા છતાંય, અને શારીરિક સ્વસ્થતા જોઈએ તેવી ન હોવા છતાંય, તેઓશ્રી દસ તિથિના ઉપવાસ કરતા.
પાઠશાળામાં અધ્યયન-અધ્યાપન કાર્ય વેગપૂર્વક ચાલી રહ્યું હતું. આ પાઠશાળામાં શ્રાવકવિદ્યાથી પણ અભ્યાસ કરતા હતા. જેમાં શ્રી મેહનલાલભાઈ (પૂજ્ય આ. શ્રી મેહનસૂરિજી મ.) તથા શ્રી વિઠ્ઠલદાસ મગનલાલ ભટ્ટારક (પૂ. શ્રી ખાન્તિવિજજી-દાદાના શિષ્ય મુનિશ્રી મેહનવિજયજી મ.) વિગેરે મુખ્ય હતા.
આ ચોમાસામાં પૂજ્યશ્રી દાનવિજ્યજી મહારાજે સ્વામિનારાયણ પંથના એક વિદ્વાન સાધુ સાથે સતત છ કલાક સુધી સંસ્કૃતમાં વિવાદ કરીને જયપતાકા મેળવી. એમાં આપણું પૂજ્યશ્રીએ પણ મહત્વને અને પૂરક ભાગ લીધે.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org