________________
બાલ્યાવસ્થા અને અભ્યાસ
ના ! ના ! ખાસ એવેા ગ્રહ છે જ નહિ. એક-બે ગ્રહ સ્થાનથી હીનબળ હાય તા પણ કેન્દ્રમાં રહેલા બૃહસ્પતિનીગુરુની દૃષ્ટિ બધા ઉપર હાવાથી, એ ગ્રહેાનું કાંઈ ચાલે એવુ' નથી.
વિંજ વૃત્તિ શ્રદ્ઘાઃ સર્વે, ચર્ચ જેવું ધૃસ્પત્તિઃ ॥”
અને–ત્યારપછી જ્યારે શ્રી લક્ષ્મીચંદભાઈ શ્રી ભટ્ટજીને દક્ષિણા આદિ આપી તેમના મંગલ આશીર્વાદ લઇને આનન્દવારિધિમાં સ્નાન કરતા કરતા ઘરે આવ્યા, ત્યારે તેમના મનમાં ભટ્ટજીવાળી પેલી પતિ ગુંજી રહી હતી—
“કુંભ લગ્નકા પૂત, ખેડા અવધૂત, રાત-દિન કરે ભજન”
માલ્યાવસ્થા અને અભ્યાસ
[૫]
જન્મ થયા ને જીવનક્રમ શરૂ થયેા.
જોષ જોવડાવ્યા, કુંડલી કઢાવી, ને એક શુભ-દિવસે જન્મરાશિ-વૃશ્ચિક રાશિ અનુસાર આળકનું નામ પાડ્યું “નેમચંદ”
દિવાળીબાની હુંફાળી ગાઢમાં ઉછરી રહેલા ખાળ–નેમચ ંદ દ્વિતીયા-ચંદ્રની જેમ વધવા લાગ્યા. શરીર નાનપણથી જ ભરાવદાર હતું. વિશાળ લલાટ-પટ્ટનું તેજ સૌ કોઇને આંજી નાખે તેવુ હતુ, પાડોશીઓના દિલમાં તે તેમણે અદ્ભુત સામ્રાજ્ય જમાવેલુ, તેથી પાડોશીઓ તેમને વહાલથી ને વાત્સલ્યથી રમાડતાં થાકતા જ નહિ.
તેમને પ્રભુદાસ તથા ખાલચંદ નામે બે ભાઈઓ તથા જખકમેન, સ તાકમેન અને મણિબેન એ ૩ બહેનો હતી. એ સૌની સાથે આનંદ અને રમત-ગમતમાં દ્વિવસે વીતી રહ્યા હતા. (પ્રભુદાસભાઈ નાનપણમાં જ સ્વર્ગવાસી બનેલા).
આમ સૌના લાડકાડમાં ઉછરતાં માળ નેમચ ંદ્ર પાંચ વર્ષના થયા. હવે માત-પિતાએ નિશાળે ભણાવવાને વિચાર કર્યા. અને એક શુભ દિવસે એમને નવાં વચ્ચેા પહેરાવી, હાથમાં પાટી–પેન આપી, માત-પિતાએ ગામની ધૂળી નિશાળ”માં ભણવા મૂકયા.
એ દિવસે શ્રી લક્ષ્મીચંદભાઈ એ પ્રેમથી નાતરેલાં નિશાળના માળ-વિદ્યાર્થી એ પેાતાના નવા ભાઈબંધને હાંશે હેાંશે નિશાળે લઈ ગયા. એ બધાંને લક્ષ્મીચંદુભાઈ એ ગાળ-ધાણાં અને બીજી મનભાવતી વસ્તુએ આપી. નિશાળે જઇને સૌ પ્રથમ શ્રીસરસ્વતી દેવીની મૂર્તિના દર્શન અને સ્તુતિ-પ્રાથના કરી. પછી મહેતાજીને પ્રણામ કરી તેમના આશીર્વાદ લઈ ને ભણવાના શુભારંભ કર્યાં.
શા. ૨
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org