________________
૩૨૬
શાસનસમ્રાટું
અમદાવાદ–ભાવનગર–પાલિતાણું–જેસર-કુંડલા-તળાજા–બોટાદ વગેરે અનેક ગામોના સેંકડો શ્રાવકે આવ્યે જ જતાં હતાં. ઘણાં રાત્રે આવી ગયાં હતાં. કેટલાંક પરોઢિયે, કેટલાંક અંતિમ યાત્રામાં અને કેટલાંક અગ્નિદાહની શરૂઆત પૂર્વે હાજર થઈ ગયાં. હજી પણ લકે આગે જ જતાં હતાં.
એકત્ર કરાયેલ ત્રીસ મણ પ્રમાણ ચંદનકાષ્ઠની ગોઠવણું વ્યવસ્થિત થઈ ગયા પછી પૂજ્યશ્રીના ભાઈ શ્રી બાલચંદભાઈના સુપુત્ર શ્રી કપુરચંદભાઈ તથા શ્રી ચંપકભાઈએ ભારે હૈયે અગ્નિદાહ દીધે. પાલખીમાંથી વસ્ત્રનો કે બીજી કોઈ ચીજનો એક કકડો પણ કેઈને લેવા ન દેવાયે.
ધીમે ધીમે અગ્નિ પ્રજવલિત બનતો ગયો. જવાલાએ ઊંચી ને ઊંચી ઉડવા લાગી. અગ્નિદાહની સમાપ્તિ સુધી હજારો માણસો નિરાનંદભાવે ત્યાં જ હાજર રહ્યાં. તેઓનું મન ત્યાંથી ખસવા માટે સંમત નહોતું થતું. કેઈ મહામૂલી વસ્તુ પોતે ખોઈ છે, એવો ભાર સૌના ચિત્તમાં વ્યાપી ગયો હતો.
અગ્નિદાહ શરૂ હતો, ત્યારે સૌને એક આશ્ચર્યકારક વાત જોવા મળી. અમુક ગામવાળા ભાઈએ મહુવા આવવા માટે કયારના રવાના થઈ ચુકેલાં. પણ સાધનની તથા રસ્તાની અગવડને કારણે અગ્નિદાહ શરૂ થઈ ગયા છતાં તેઓ પહોંચ્યા ન હતાં, પણ જ્યાં સુધી આવી ન પહોંચ્યાં, ત્યાં સુધી પૂજ્યશ્રીના શરીરના અમુક ભાગ અગ્નિજવાળાથી અસ્પૃશ્ય-કોરે જ રહ્યો. જ્યારે નક્કી થઈ ગયું કે-હવે એક પણ વ્યક્તિ આવવાની બાકી નથી રહી, સૌ આવી ગયાં છે, અને સૌએ દર્શન કરી લીધાં છે, ત્યારે તરત જ એ ભાગ પણ અગ્નિસાત્ બની ગયો.
ત્યારે ત્રીજે દૈનિક પ્રહર ચાલતો હતો. “૨૦ ઘડી અને ૧૫ પળ” આ સમય બરાબર થયો હતો. * આજથી બરાબર ૭૭ વર્ષ પૂર્વે–સં. ૧૯૨૯ની કાર્તક શુદિ એકમને શનિવારે આ મહુવામાં જ પૂજ્યશ્રીનો જન્મ થયો, ત્યારનો એક્કસ સમય પણ “૨૦ ઘડી અને ૧૫ પળ” જ હતા.
મહુવામાં જન્મ, ને મહુવામાં અંતિમ વિદાય. બેસવાં વર્ષે જન્મ. બેસતાં વર્ષો પૂર્ણ વિલય. શનિવારે જન્મ, શનિવારે પૂર્ણ દેહ વિલય. ૨૦ ઘડી, ૧૫ પળે જન્મ, ને તે જ સમયે પૂર્ણ વિલય. પૂજ્યશ્રીના વિનશ્વર પાર્થિવ દેહે બરાબર ૭૭ વર્ષ પૂરાં કર્યા.
કેવી મહાન ઘટના ! સેંકડો વર્ષોમાં કદી ન બનેલી આ મહાન ઘટનાની નોંધ કોઈ ઈતિહાસકાર લેશે, ત્યારે તેને પોતાના ઇતિહાસની અનેક નવીનતામાં એક નોંધપાત્રવિશિષ્ટ નવીનતા આ “મહાન ઘટના” ચોક્કસ પૂરી પાડશે.
અગ્નિસંસ્કારની પૂર્ણપણે સમાપ્તિ થયાં બાદ સૌ હતાશ હૈયે ને ભારે પગલે પાછાં વળ્યાં. ઉપાશ્રયે જઈને ગુરુ મહારાજના શ્રીમુખે શાન્તિ પાઠ સાંભળવા.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org