________________
વધુ વાર રે વણ દૂર
થાડુંક મારૂ' પણ........
એક મહાપુરુષનું આ જીવન છે.
૬પ સમુ સ્વચ્છ એમનું વ્યક્તિત્વ છે.
જોનાર જેટલા શુદ્ધ હશે, એટલા આ દર્પણ નિષ્કલંક ભાસશે. જોનારની અશુદ્ધિ, આ દર્પણને કલકિત બનાવશે.
કલક દકમાં છે. દણમાં નહિ.
ડાઘ આપણા છે. આરીસાના નહિ.
૬ણુ-શા આ અકલંક વ્યક્તિત્વના ચિત્રણનું સૌભાગ્ય આજે મને સાંપડયું છે. પૂજનીયચરણ આચાર્ય ભગવૈત શ્રીવિજયનન્દનસૂરિજી મહારાજના શુભાશીર્વાદ-એ સૌભાગ્ય પ્રાપ્તિનું નિદાન છે.
એ ‘પૂજનીયચરણુ’ પ્રતિ કૃતજ્ઞતા દાખવું. તે! એમના શુભાશીર્વાદના વ્યવહારુ બદલા વળવાની મને ભીતિ લાગે છે. એ કરતાં તે હું એમ જ ઈચ્છું કે ઉત્તરાત્તર વધેલાં અને વધતાં એમના આશીર્વાદના ભાર તળે હું સદા દખાયેલા જ રહું.
-
જે વ્યક્તિના વ્યક્તિત્વનું મે' ચિત્રણ કર્યું છે, તેને મે પ્રત્યક્ષ જોઇ નથી. અના વ્યક્તિત્વની ભવ્યતાના મને જાત અનુભવ નથી. આને હું મારું કમભાગ્ય સમજું છું.
મારાં સાતમી પેઢીના ગુરુ – એ વ્યક્તિના વ્યક્તિત્વની વાતા મેં જ્યારે ગુરુમુખે સાંભળી, ત્યારે એની હિમાલય-શી ભવ્યતાએ મારા ચિત્ત પર ચુંબકીય આકર્ષણ જમાવ્યું. એ ભવ્યતાની યાતિ મારા ચિત્ત પર ફેલાઇ. આવા ભવ્ય ગૌરવશાલી ગુરુનું સંતાનીય -શિષ્યત્વ મને મળ્યું છે, એ ખ્યાલ આવતાં હું ધન્યતા અનુભવી રહ્યો.
મને થયું : યશાહે સદાતન અનેલાં આ ભવ્ય વ્યક્તિત્વને શબ્દદેહ શા માટે ન અપાય ?
અને મેં તરત સ`કલ્પ કર્યા – શબ્દદેહ આપવાને. સ'કલ્પ કર્યા કે – સંદેહની હારમાળા સામે આવી ઊભી. – આપણી હેસિયત શી? એ ભવ્ય વ્યક્તિત્વ કયાં, ને માનવ – મગતરાં સમા આપણે કયાં ? એ વ્યક્તિત્વને પરિચય કેટલે ? પરિચય વિના એને પૂરે ન્યાય આપી શકાય ? વ.
આ હારમાળાની સાથે ગુજરાતી વ્યાકરણ અને લેખનકળાની પૂરી અભિજ્ઞતા પણ કૃત્યાની પેઠે ડારવા લાગી.
પણ રે! ‘રામનાં રખવાળાં ઓછાં હાય નહિ.'
એ સ ંદેહની હારમાળા અને પેલી કૃત્યા-શી અભિજ્ઞતાના ડર જલ્દી નષ્ટ થયે. પૂજ્ય આચાર્ય ભગવંતના આશીર્વાદયુક્ત આદેશ મળ્યેા કેઃ “તું લખ, પ્રેરણા અને સ્ફુરણા આપનાર સૂરિસમ્રાટ સ્વય' છે.
Jain Educationa International
૩૦
For Personal and Private Use Only
www.jainelibrary.org