________________
શાસનસમ્રાટ્
શ્રીસ ાએ અને અત્યંત ભાવપૂર્ણાંક આવકાર આપેલા છે, તે સૌ શ્રીસંઘાના પણ હું આભાર માનું છું.'
પછી બહારગામથી આવેલા સદેશાઓ વંચાયા. અને ખરાખર ત્રણ વાગે આપણા પૂજ્યશ્રીના નેતૃત્ત્વ તળે સમગ્ર સાધુમંડળ સ ંમેલન-મંત્રણા માટે રચાયેલા બંધ મડપમાં પધાયું સાધુગણુ સિવાય તમામ સાધ્વી-શ્રાવક-શ્રાવિકાએ સ્વસ્થાને ગયા. શ્રીફળની પ્રભાવના કરવામાં આવી.
૨૫૪
આ સ ંમેલનની વિશિષ્ટતા અને ઐતિહાસિકતા એ હતી કે વત માનમાં કોઈ સભા, મડળ કે કાન્ફરન્સે ભરાય છે, ત્યારે જેમ પ્રમુખ–મત્રી–વ્યવસ્થાપક વગેરેની વરણી કરવામાં આવે છે, તેમ અહી` નહાતુ કરાયું. કોઈ પ્રમુખ નહિ, ને કોઈ મંત્રી નહિ. સૌ મુનિએ પાતપાતાની મર્યાદાનુસાર દરેક વિષયમાં ચારે આપી શકતા હતા. વસ્તુતઃ આ પદ્ધતિ પ્રાચીન તેમજ નિર્દોષ હતી. એનાથી કાઈને કચારેય કટુતા આવવાના સંભવ ન હતા, તેથી જ આ પ્રાચીન પ્રણાલિકા પ્રમાણે સંમેલન કરવાનુ પ્રથમથી જ નકકી કરવામાં આવેલું.
૩૪ દિવસ પર્યંત ચાલેલા આ સમેલને સવ પ્રથમ ૭૨ અને તેમાંથી ૩૦ મુનિવરેની વિષય વિચારિણી સમિતિ રચી. એ સમિતિએ-દીક્ષા, દેવદ્રવ્ય, સ ંઘ, સાધુઓની પવિત્રતા, તીર્થો, સાધુસ ́સ્થામાં જ્ઞાનાદિની વૃદ્ધિ, દેશના, શ્રાવકેાન્નતિ, પર્સ્પર સંપની વૃદ્ધિ, ધમ ઉપર થતા આક્ષેપોને અંગે, ધમમાં રાજસત્તાના પ્રવેશ, આ ૧૧ વિચારણીય વિષયા નક્કી કર્યાં. એ વિષયેા ઉપર ઘણા દિવસ સુધી ચર્ચા-વિચારણા ચાલી. શાસ્ત્રના અર્થો વિચારાયાં, છેવટે એ ૧૧ મુદ્દાઓ વિષે ઠરાવેાના ખરડા ઘડવા માટે આ. શ્રીવિજયનંદનસૂરિ મ; ૫. શ્રીરામ વિજયજી મ., શ્રીપુણ્યવિજયજી મ., અને શ્રીચંદ્રસાગરજી મ., એ ચારની કમિટ રચાઈ. તેમને એ ખરડા ઘડવાનું કાર્ય સુપ્રત થયું.
રજૂ
અઢી દિવસની વિચારણાને અંતે એ ચારની કમિટિએ પટ્ટકરૂપે ઠરાવેા ઘડી, સ મેલનમાં કર્યાં. એના ઉપર પુનઃ ચર્ચા ચાલી. ઘણા દિવસ વીતી ગયા, તેા ય એને અંત આવે એવું ન જણાતાં સૌએ વિચાર્યું” કે: આના અંત ચર્ચાથી નહિ આવે. માટે આપણા આગેવાન પૂજ્ય પુરુષાને આ પટ્ટકના ખરડા પર વિચારણા કરવાનુ વિનવીએ. તેએ વિચારણા કરીને જે ઠરાવે, તે સંમેલનને માર.
આ વાતમાં સૌ સહમત થતાં આપણા પૂજ્યશ્રી, શ્રીસાગરજી મ., શ્રીનીતિસૂરિજી મ., શ્રીજયસિંહસૂરિજી મ., શ્રીવલ્લભસૂરિજી મ., શ્રીભૂપેન્દ્રસૂરિજી મ., મુનિશ્રી સાગરચંદ્રજી મ., શ્રીસિદ્ધિસૂરિજી મ, શ્રીદાનસૂરિજી મ., આ નવ વૃદ્ધ મહાપુરુષને એ મુસદ્દા સેાંપાયા,
એ નવ પૂજ્ગ્યાએ દીઘ’દૃષ્ટિભર્યાં વિચાર વિનિમયને અંતે વિચારણીય ૧૧ મુદ્દાએ ઉપર ચારની કિમિટએ ઘડેલા પટ્ટકમાં જ ચાગ્ય સુધારા વધારા કરીને તેને માન્ય રાખ્યું. અને તેની નીચે શ્રીશ્રમણશ્રધના નાયક તરીકે તેઓએ પોતાના હસ્તાક્ષર કર્યાં. ચૈત્રવદિ છઠ (૧૯૯૦) ને એ ઐતિહાસિક દિવસ હતા.
ચૈત્ર વદિ સાતમના ચેત્રીસમા દિવસે એ પટ્ટક સ ંમેલનમાં જાહેર કરાયા. સમગ્ર મુનિમડળમાં આથી અપાર આનંદની લાગણી જન્મી. જેને માટે તેઓ દૂર દૂરથી દીર્ઘ વિહાર ખેડીને અમદાવાદ આવ્યા હતા, તે ઐતિહાસિક મુનિસ`મેલન આજે સફળતા સાથે પૂર્ણ થયું હતું.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org