SearchBrowseAboutContactDonate
Page Preview
Page 276
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૩૭ આદર્શ અનુશાસક તેમ અમીઝરણું વધતાં જ ગયા. થોડીવારમાં તે પ્રભુજીને જાણે હમણું જ અભિષેક કર્યો હોય તેવું લાગવા માંડ્યું. આચાર્ય મહારાજ તરત જ પૂજ્યશ્રી પાસે ગયા ને આ વાત નિવેદન કરી. - પૂજ્યશ્રી પણ તરત દેરાસરમાં પધાર્યા. અમીઝરણું નિહાળ્યાં. થોડીવારમાં આ વાત ત્યાં હાજર રહેલા વિશાળ સંખ્યક સંઘમાં ફેલાઈ. સૌ દર્શન માટે ઉમટી પડયા. કેઈકે આ ખબર અમદાવાદ પહોંચાડતાં ત્યાંથી હજારે લેકે આવવા માંડયા. પ્રભુના દર્શન માટે ધસારે થઈ રહ્યો. આ અમીઝરણાં બરાબર બાર કલાક સુધી ચાલ્યાં. એ દરમ્યાન એટલું અમી ઝર્યું કેકળશ તે શું-ડેલ ભરવી હોય તો પણ સુખેથી ભરી શકાય. અમીઝરણામાં અને તેવાં અન્ય ચમત્કામાં શ્રદ્ધા નહિ ધરાવનારે સેંકડો ને આ બનાવને નજરે જોયા પછી પિતાની માન્યતા ફેરવવાની ફરજ પડી. અરે ! ખુદ પ્રતાપસિંહ ભાઈ પણ બોલ્યા કે : જે હું ગેરહાજર હોત ને મને આ વાત કહેવામાં આવી હોત, તો હું ન જ માનત. પણ આ તે નજરે જોઉં છું, એટલે માનવું જ રહ્યું. - સામાન્ય જનસમૂહ સાનંદાશ્ચર્ય ભાવે આ અમીવર્ષણ જેવા માટે તલસતું હતું. પ્રભુના પ્રભાવથી મુગ્ધ થઈ રહ્યો હતો. ત્યારે આપણું પૂજ્યશ્રીનું મન કેઈ અનિર્વચનીય ભાવથી ગદ્ગદ્ બની રહ્યું હતું. તેઓશ્રીની આંખમાંથી હર્ષાશ્રુ વહી રહ્યા હતા. મુખમાંથી પ્રભુના સ્તુતિવચને નીકળતા હતા. રોમેરોમ પુલકિત બન્યા હતા. તેઓશ્રીએ ત્યાં ઉપસ્થિત સૌને કહ્યું : “આપણે સૌ દ્વિધામાં હતા કે બેમાંથી મૂળનાયક કયા પ્રભુજી? પણ જુઓ ! પ્રભુએ આપણને નિશ્ચિત કરી દીધા. આ પ્રભુજી જ મૂળનાયક તરીકે બિરાજમાન થશે.” પૂજ્યશ્રીની આ ઊર્મિસભર વાણી સૌએ નતમસ્તકે વધાવી. એ પ્રભુજીને મૂળનાયકજી તરીકે પધરાવવાનું નક્કી કરવામાં આવ્યું. આ પછી બપોરે અર્ટોત્તરી સ્નાત્ર વગેરે વિધિ અદમ્ય ઉત્સાહથી થયે. આ મહાન કાર્ય પતાવીને પૂજ્યશ્રી પુનઃ અમદાવાદ પધાર્યા. અહીં શેઠ લલ્લુ રાયજીની ડિગમાં શા. ચંદુલાલ લલુભાઈ રાયજી તરફથી નૂતન જિનાલય તૈયાર થયું હતું. તેમાં બહારગામથી લવાયેલા પ્રાચીન પ્રભુજીની પ્રતિષ્ઠા કરવાની હતી, તે માટે શેઠ કસ્તુરભાઈ લાલભાઈ વગેરેએ વિનંતિ કરતાં પૂજ્યશ્રી પધાર્યા હતા. પ્રતિષ્ઠા અંગે મહોત્સવ ચાલુ હતું. મહા શુદિ દશમે પ્રતિષ્ઠા કરવામાં આવી. પ્રતિષ્ઠા પ્રસંગે પૂજ્યશ્રીએ દેરાસરનું નિરીક્ષણ કર્યું. રંગમંડપમાં એક ગોખલામાં રહેલું શ્રી નેમિનાથ પ્રભુજીનું શ્યામપ્રાચીન બિંબ તેઓશ્રીએ જોયું. તેઓશ્રીએ પૂછ્યું: આ પ્રભુજી અહીં કેમ મૂકી રાખ્યા છે ? શેઠશ્રી કસ્તૂરભાઈ વગેરેએ જણાવ્યું સાહેબ ! અહીંયા મૂળનાયક તરીકે પધરાવવા માટે આ પ્રભુજી વાલમતીર્થમાંથી અમે લાવેલા. પણ અહીંના પ્રમાણમાં આ પ્રભુજી મોટાં હોવાથી અમે શ્વેત પાષાણના બીજા પ્રભુજી લઈ આવ્યા એથી આ પ્રભુજી હાલ અહીં પણદાખલ પધરાવ્યા છે. કેઈને જરૂર હશે તે આપી દઈશું. પૂજ્યશ્રીના ઉપદેશથી શ્રીકદંબગિરિમાં દેરાસર તૈયાર થઈ રહ્યું હતું. રંગમંડપ–ગભારો વગેરે ઘણું અંગ તૈયાર થઈ ગયા હતા. હવે ત્યાં તીર્થની પ્રવૃત્તિ થાય અને યાત્રિકોને પૂજા Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005301
Book TitleShasan Samrat
Original Sutra AuthorN/A
AuthorSheelchandravijay
PublisherTapagacchiya Sheth Jindas Dharmdas Dharmik Trust
Publication Year1973
Total Pages478
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy