________________
શાસનસમ્રાટ્
આ વિહારમાં ઉદ્દયપુરના અનેક ધનિક ભાઇએ પૂજ્યશ્રીની સાથે રહ્યા હતા. પૂજ્યશ્રીની અમેઘ પ્રેરણા પામીને તેએએ શ્રી જૈન શ્વે. મૂ. પૂ. એસેસિએશન એફ મેવાડ” નામની એક સુંદર સ'સ્થા સ્થાપી. મેવાડ પ્રદેશમાં દેરાસરોની રક્ષા કરવી, એ આ સ ંસ્થાનું મુખ્ય ધ્યેય હતું. આ સ ંસ્થાના સભ્ય તરીકે મારવાડ-મેવાડના અનેક ગામેાના આગેવાને -ગૃહસ્થા જોડાયા. આથી એની સ્થિતિ દરેક પ્રકારે સદ્ધર બની. એનુ કેન્દ્ર ઉયપુર ખાતે રહ્યુ. આ સસ્થાના માધ્યમે એના સભ્યાએ મેવાડના બે ત્રણ ગામેામાં દેરાસરામાં જિનમૂર્તિની થઈ રહેલી આશાતનાનું ત્યાં જઈને નિવારણ કર્યું. અને એ દેરાસરા તથા મૂર્તિ એના કબ્જે પણ લઈ લીધેા.
૧૨૪
ત્યારબાદ પૂજ્યશ્રી એકલિંગજી થઇ દેલવાડા પધાર્યા.
આ દિવસેામાં મેવાડના જ કેાઈ ગામમાં પૂજ્યશ્રીના શિષ્ય પં. શ્રીવિજ્ઞાનવિજયજી મહાજે અમદાવાદ-ખેતરપાળની પાળના હેવાસી અને દશાશ્રીમાળી જ્ઞાતિના શ્રી કાન્તિભાઈ નામના એક કિારને દીક્ષા આપી, તેમનું નામ મુનિશ્રી કસ્તૂરવિજયજી મ. રાખ્યું.
ઉદયપુરના વતની શ્રી જીતમલજી નામના એક ભાઈને પણ પ્રવજ્યા લેવાની ઉત્કટ ભાવના થતાં તેઓ પૂજ્યશ્રી પાસે દેલવાડા આવ્યા. પણ તેમના ભાઇ ભૂરમલજીએ એ માટે રજા ન આપી, અને તે તેમને પાછા લઇ જવા માટે આવ્યા. પણ જીતમલજીની મક્કમતા તથા એસોસિએશનના પ્રમુખ શ્રીચતુરસિંહજીની સમજાવટથી તેએએ દીક્ષા માટે સમતિ આપી, અને ઉદયપુરમાં દીક્ષા આપવા માટે પૂજ્યશ્રીને વિન ંતિ કરી.
પૂજ્યશ્રી પણ ઉયપુર પધાર્યા. ત્યાં ઠાઠમાઠ પૂર્વક જીતમલજીની દીક્ષા કરી. મુનિશ્રીજીતવિજયજી મ. નામ રાખીને તેમને પેાતાના શિષ્ય અનાવ્યા.
આ વખતે મુનિરાજશ્રી વલ્રવિજયજી મ. (આ. શ્રીવિજયવલ્લભસૂરિજી મ.) શિવગંજથી છ‘રી’ પાળતા સંઘ સમેત શ્રીકેસરિયાજીની યાત્રાએ જતા હતા. તે માગ માં ઠેરઠેર પૂજ્યશ્રીના ઉપદેશના પ્રભાવે મૂર્તિપૂજક બનેલા તરાપ'થી તથા સ્થાનકવાસીઓને તથા તેમની ધ શ્રદ્ધા અને ગુરૂભક્તિ વગેરેને નિહાળતા નિહાળતા ઉદયપુર આવ્યા. આ નિહાળીને તેઓના હૃદયમાં પૂજ્યશ્રી પ્રત્યે ઘણું બહુમાન ઉત્પન્ન થયેલુ. પૂજ્યશ્રીના દશ`ન કરવાની ભાવનાથી તે સંધસહિત ઉદયપુર આવ્યા. પૂજયશ્રી પણ ત્યાં ધમ શાળામાં બિરાજતા હતા. સ્થાનિક સ ંઘે તેઓનુ સ્વાગત કર્યું, અને તેઆને તથા સંઘને ચાગ્ય સ્થાને ઉતાર્યાં. શ્રીસંઘે તેમને માંગલિક પ્રવચન આપવાની વિનંતિ કરતાં તેઓએ (શ્રીવલ્લભવિજયજી મ. એ) નમ્રભાવે કહ્યું કે; અહીંયા (શહેરમાં) પૂજ્ય આચાય ભગવંત બિરાજે છે, તેમની અનુજ્ઞા લીધા વિના મારાથી વ્યાખ્યાન ન વંચાય.’
એટલે શ્રીસ ંઘના કથનથી તેએ તથા સકલસંઘ પૂજ્યશ્રી પાસે-ધમ શાળાએ આવ્યા. ત્યાં પૂજ્યશ્રીની અનુમતિ મેળવીને તેએએ સંઘને મંગલાચરણુ સંભળાવ્યું, અને પછી તે પાતે ઉતર્યાં હતા તે સ્થાને ગયા. અપેારના સુમારે તેએ પૂજ્યશ્રી પાસે આવ્યા, પૂજ્યશ્રી સાથેની તેમની આ પ્રથમ મુલાકાત હતી. તેઓના દિલમાં શાસન અને સંધ માટે ફઈક કરી છૂટવાની તમન્ના હતી. પ ંજાબમાં તેએના ઉપદેશથી ઘણાં શાસનના કાર્યોં થયેલા.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org