________________
કાપરડાના પુનરુદ્ધાર -
૧૭૩
આ દિવસેામાં આપણા મહાન ચરિત્રનાયકશ્રી કાપરડાજીથી છ ગાઉ દૂર આવેલા બિલાડા ગામમાં બિરાજતા હતા. લાધી ચેામાસું કરી, મીકાનેર-નાગાર-મેડતા-જેતારણ થઈ ને તેઓશ્રી બિલાડા પધાર્યા હતા.
બિલાડાના આગેવાન શ્રાવક શ્રી પનાલાલજી શરા વગેરેને લાગ્યું કે-પૂજ્યશ્રી એક સમર્થ શાસનનાયક મહાપુરૂષ છે. તેઓશ્રી જો આ તીના ઉદ્ધારનું કાર્ય હાથમાં લે, તે જરૂર થઈ જાય.
આ વિચારથી તેએ પૂજ્યશ્રી પાસે આવ્યા, અને સ વગતથી પૂજ્યશ્રીને વાકેફ કરીને વિન ંતિ કરી કે : આપ સાહેબ અહીં પધાર્યા છે, તે એકવાર કાપરડાજી પધારો. આપના ઉપદેશથી એ તીના ઉદ્ધાર થઈ જાય તે ઘણું સારૂ. પૂ. ધસૂરિ મ., પૂ. મેાહનલાલજી મ., જેવા મુનિપ્રવ। અહી' પધારી ગયા છે, પણ હજી સુધી કાંઈ બન્યુ નથી. પણ હવે આપશ્રી કાપરડાજી પધારે!, ઉદ્ધાર કરાવેા, અને ઘાર આશાતના નિવારા.
તીર્થોદ્ધારને પાતાનું પરમધ્યેય માનનારા પૂજ્યશ્રીએ એ વાત સ્વીકારી, અને બે-ચાર દિવસ પછી કાપરડાજી પધારવાનું નક્કી કર્યું.
આ વખતે જોધપુરના વતની શ્રીકાનમલજી પટવા, શ્રી સમરથમલજી, શ્રી જાલમચંદજી વકીલ વિ. આગેવાને પૂજ્યશ્રીના વંદનાર્થે ખિલાડા આવ્યા. માર્ગમાં તે શ્રી કાપરડાજીની યાત્રા તથા ત્યાં પ્રભુજીની પૂજા કરી, વરખ છાપીને આવેલા. પૂજ્યશ્રીના દન–વંદન કરી, ઉપદેશ શ્રવણુ કરીને તે જોધપુર ગયા. આ પછી ચારેક દિવસ બાદ પૂજ્યશ્રી-સપરિવારે કાપરડાજી તરફ વિહાર કર્યાં, સાથે ખિલાડાના પચીસેક ગૃહસ્થેા હતા. બિલાડાથી ચાર ગાઉ દૂર આવેલા ‘ભાવી' ગામમાં ત્યાંના શ્રી જાવતરાજજીએ સર્વ સમુદાયની ખૂબ અનુમેદનીય ભક્તિ કરી. ત્યાં એક દિવસ રહીને ખીજે દિવસે કાપરડાજી પધાર્યા.
કાપરડાજીમાં દેરાસરની ફરતા વિશાળ ગઢ છે. અને તેમાં ચારે તરફ વિશાળ ચેક છે. મુખ્ય પ્રવેશ દ્વાર ઉત્તર ક્રિશાનું છે. પણ તે બંધ રહેતું હતું અને પૂર્વદિશાના દરવાજો ચાલુ હતા. તેની અંદર બન્ને બાજુ મેટા દરીખાના હતા. તેમાં એક એક ઓરડી હતી, તે પણ જીણુ થયેલી. ત્યાં અવગ્રહ માંગીને પૂજ્યશ્રીએ ઉતારે કર્યાં. પછી સૌ દેરાસરે ગયા. નીલવર્ણા અને અદ્ભુત શ્રીસ્વયંભૂપાર્શ્વનાથના દન કરીને સૌએ અનહદ આલ્હાદ અનુભવ્યે.
જમીનથી ૯૫ ફુટ ઊંચા-શિખરબંધી અને ચાર માળના આ ચતુર્મુખ પ્રાસાદમાં શ્રી સ્વયંભૂપાર્શ્વનાથની એક જ પ્રતિમા હતી. જોધપુરના ગૃહસ્થાએ ચારેક દિવસ પૂર્વે જે આંગી-પૂજા કરેલી, તે જ અત્યારે વિદ્યમાન હતી. ત્યાર પછી કેાઈએ પણ ન્હવણ કે પૂજા કરેલ નહિ. દેરાસર અતિજીણું બનેલુ હતું. ચારે તરફ્ કબૂતર વિ. પંખીઓએ માળા કર્યાં હતા. તેમની હગાર અને પીંછાના ઢગેા સર્વત્ર પથરાયેલા હતા. એક દેરીમાં ચામુંડાજી, તથા બીજીમાં ભૈરવજી પણ પૂજ્યશ્રીએ જોયા.
આવી જી દશા તથા ઘાર આશાતના જોઈ ને પૂજ્યશ્રીનું હૃદય દ્રવી ઉઠયું. તેએશ્રીના હૈયામાં આ તીના ઉદ્ધારની ભાવના જાગી. સૌ પ્રથમ તેએશ્રીએ બિલાડાવાળા પાસે દેશસર તેમજ ધમ શાળાના કબજે લેવરાવી લીધા, નિયમિત પૂજા-સેવા પ્રવર્તાવી, અને વહીવટ
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org