SearchBrowseAboutContactDonate
Page Preview
Page 200
Loading...
Download File
Download File
Page Text
________________ જેસલમેર જુહારીએ ૧૬૧ ફલેધીથી નીકળીને સંઘસહિત પૂજ્યશ્રી ખારા-પોકરણ થઈને લાઠી પધાર્યા. અહીં જેસલમેરના મહારાજાને હુકમ થવાથી લાઠીમાં મુકામ ન કરતાં ત્યાંથી આગળ ચાંદડમાં સંઘે પડાવ નાખે. રાજ-ખટપટના કારણે આમ બન્યું હતું. ચાંદડથી વાસણું પધાર્યા. આ રણપ્રદેશમાં પાણીની ખૂબ તંગી હતી. સંઘે વાસણમાં પડાવ નાખે ત્યારે ત્યાંના લેકે કહે તમે અમારું પાણી એક દિવસમાં જ વાપરી નાખશે, પછી અમારે કઈ રીતે દિવસે પસાર કરવા ? સંઘના લકે તૃષાથી વ્યાકુળ થઈ ગયા હતા. પણ સંઘનું પુણ્યબળ કાંઈક જુદું જ હોય છે, એ વાત અહીં સૌને અનુભવવા મળી. સંઘે પડાવ નાખ્યાને ડી વાર થઈ, ત્યાં તે એકાએક વરસાદ તૂટી પડ્યો. ચૈત્ર માસના એ દિવસો હતા. જ્યાં ચોમાસામાં પણ વરસાદના દર્શન દુર્લભ હોય, ત્યાં ભર ઉનાળામાં વરસાદ પડે, એ એક આશ્ચર્ય જ ગણાય ને ? અને વરસાદ પણ કેટલો ? થોડાં છાંટણાં કે ઝરમર નહીં; પણું સંઘના સર્વલકને પડાવ ઉઠાવીને આજુબાજુના મકાનમાં ભરાઈ જવું પડ્યું, એ ધોધમાર. બે ત્રણ કલાક સુધી વરસેલા આ વરસાદે ચારેકેર પાણી જ પાણી ભરી દીધું. આથી ગામમાં તથા સંઘમાં શાન્તિ થઈ, પાણીની તંગી ન રહી, લોકોની તૃષા છીપી, અને સંઘના પુણ્યપ્રભાવની લોકોને ઝાંખી થઈ ત્યાંથી શ્રીસંઘ જેસલમેર તીર્થ પધાર્યો. અહીં રાજ્ય સંઘ ઉપર મુંડકાવેરે નાખવાને વિચાર કર્યો. આપણુ પૂજ્યશ્રીએ એ વેરે ભરવાની સ્પષ્ટ ના જણાવી દીધી. કારણકે–મુંડકા વેરો ભરવાથી કાયમ માટે એક નવી મુશ્કેલી ઊભી થતી હતી. તેઓશ્રીએ સંઘમાં આવેલા અને વિચક્ષણ બુદ્ધિવાળા પ્રેમચંદભાઈ માસ્તરને બોલાવીને આબુના અંગ્રેજ રેસીડેન્ટને તાર દ્વારા આ બાબત જણાવવા સૂચવ્યું. આ વાતની ખબર મહારાજાને પડતાં જ તેઓ સમજી ગયા કે-આ લોકે ગમ ખાય એવા નથી. હવે જે આપણે ઢીલું નહિ મૂકીએ તે રેસીડેન્ટ સુધી વાત પહોંચશે, અને આપણને જ મુશીબત પડશે. આમ વિચારીને તરત જ તેમણે પોતાના દિવાનને શ્રીસંઘ પાસે મોકલ્યા. દિવાનને લઈને સંઘપતિ પૂજ્યશ્રી પાસે આવ્યા. પૂજ્યશ્રીએ તેમને પ્રાસંગિક ઉપદેશ આપ્યો અને મુંડકાવેરાની માગણી અન્યાયભરી છે, તે પણ સમજાવ્યું. દિવાને પણ ટેટ તરફથી થયેલી એ માગણ છોડી દીધી, સંઘને પ્રવેશ કરવાની રજા આપી, એટલું જ નહિ, પણ સંઘ તથા સંઘવીનું રાજ્ય તરફથી શાલ-દુશાલા આપીને સન્માન પણ કર્યું. સંઘવીએ પણ મહારાજાને નજરાણું ધર્યું. શ્રીસંઘે ઠાઠમાઠ સાથે નગર-પ્રવેશ કર્યો. તીર્થયાત્રા કરી. આ પછી તે મહારાજાએ પિતાના મહેલમાં આવીને ઉપદેશ આપવા માટે પૂજ્યશ્રીને વિનંતિપૂર્વક આમંત્રણ કર્યું. પૂજ્યશ્રી પણ દીર્ધદષ્ટિથી લાભાલાભની વિચારણા કરીને રાજમહેલે પધાર્યા. મહારાજાને ધર્મોપદેશ આપ્યું. મહારાજાએ પોતાના પંડિતને તૈયાર રાખેલા. તેમણે પૂજ્યશ્રીની પરીક્ષા કરવા માટે ન્યાય-વ્યાકરણ–દર્શનશાસ્ત્ર આદિના ગહન પ્રશ્નો પૂછ્યા. પણ પૂજ્યશ્રીને કાંઈ ઉત્તર શોધવા જવું પડે એમ ન હતું. તેઓશ્રીએ તત્કાલ તેના સચોટ ઉત્તર આપીને તે પંડિતને મુગ્ધ કરી દીધા, ૨૧ Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005301
Book TitleShasan Samrat
Original Sutra AuthorN/A
AuthorSheelchandravijay
PublisherTapagacchiya Sheth Jindas Dharmdas Dharmik Trust
Publication Year1973
Total Pages478
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy