________________
શાસનસમ્રાટ્
જવાખમાં શેઠ મનસુખભાઈ કહે: આપ સાહેબ શહેરમાં પધારો, ત્યાં અમે બધાં ટીપમાં પૈસા એકત્ર કરીશ'. એમાંથી એ તીના ઉદ્ધાર કરાવીશું.
૧૨૮
આ સાંભળીને પૂજ્યશ્રીએ ફરમાવ્યું: “શેઠ ! આવી રીતે ખાવાની લગેાટી ભેગી કરીને ખુગણું મનાવવા જેવું આપણે નથી કરવુ. આમાં કાંઇ વધારે ખČની જરૂર નથી. ફકત ૨૫ હજાર રૂા. જેટલે ખચ કરવામાં આવે, તે ત્યાં જિનાલય તૈયાર થઈ જાય તેમ છે.”
તરત જ મનસુખભાઈએ કહ્યુંઃ તે સાહેખ ! એ ૨૫
હજાર રૂા. હું જ આપીશ.
ધન્ય તી ભકિત, ધન્ય ગુરુભકિત, ખરેખર ! આવાં શ્રેષ્ઠિરત્નાથી જ શાસન ઉજમાળ બન્યુ છે.
ત્યારપછી પૂજ્યશ્રીએ ભવ્ય સામૈયાપૂર્વક નગર-પ્રવેશ કર્યાં. પાંજરાપાળ-ઉપાશ્રયે પધાર્યા. હવે જે કાર્ય માટે પૂજ્યશ્રી પુન: અમદાવાદ પધારેલા, તે શેઠ આણંદજી કલ્યાણજીની પેઢીના બંધારણની પુનર્રચના માટે માદર્શન આપવાનું કાર્યં શરૂ કર્યું..
એ પહેલાં આપણે પેઢીના પૂર્વ-ઈતિહાસનું જરા વિહંગાવલાકન કરી લઈ એ. નગરશેઠ શ્રી પ્રેમાભાઈ હેમાભાઈ આ પેઢીના આદ્યસંસ્થાપક.
તી રક્ષા માટેની તેમની આપસૂઝ અને ધગશ અપૂર્વ હતી.
શ્રી શત્રુંજય મહાતીથ" ઉપર આવેલી ઉજમફઈની ટુક એમણે બંધાવેલી. ધમ શાળાઉપાશ્રય વિગેરે તેમણે અનેક ગામેમાં બંધાવેલા,
ઈ. સ. ૧૮૫૭ ના બળવા પ્રસ`ગે તેમણે બ્રિટીશ સરકારને ઘણી મદદ આપેલી. પેાતાના વિશાળ વ્યાપાર-વ્યવહારને માટે તેમણે અમદાવાદથી ઈંઢાર સુધી પેાતાનું ખાનગી ટપાલ ખાતુ રાખેલું. તે ટપાલ ખાતાના આશ્રય સન્ ’૫૭ ના બળવા વખતે સરકારને લેવા પડેલે. મળવા શમાવવા માટે સરકારને આ ટપાલ ખાતુ. ઘણું જ મદદગાર નીવડેલું.
આ તથા આવાં અન્ય અનેક યશસ્વી કાર્યાંને લીધે સરકારે તેમને રાવબહાદુર’ ને માનવતા ઈલ્કાખ આપેલે.
આ ઉપરાંત તેઓ મુંઈની ધારાસભાના સ્થાપન સમયથી જ તેના માનદ સભ્ય હતા. અમદાવાદ શહેર સુધરાઈ (Municipality) ના પ્રમુખ, તથા એનરરી માજીસ્ટ્રેટ હતા. અને આ બધાથી વધારે તા તેએ અમદાવાદના શ્રીમાન્ નગરશેઠ હતા, ખંગાળના જગત્ત્યેષ્ઠી અરાબરી કરે એવા.
છેલ્લાં કેટલાંક વર્ષોથી પાલિતાણા-રાજ્ય સાથે જૈનેાની અથડામણ ચાલતી હતી. એના લાભ લઈને એકવાર (સ.૧૯૩૨- સન્ ૧૮૭૬ માં) પાલિતાણા-ઠાકોરે શેઠશ્રી ઉપર ચારીના આરોપ મૂકયા. જો કે તેના પરિણામે ઢાકારને શેઠની માફી માગવી પડી હતી. પણ આવા અનિષ્ટ રાજદ્વારી સંયેગા જોતાં શેઠને તી-રક્ષણની મજબૂત વ્યવસ્થા જરૂરી જણાઈ. તેથી તેમણે વિ.સ. ૧૯૩૬ માં અખિલ હિંદુસ્તાનના સમગ્ર સંઘનુ અમદાવાદમાં સ ંમેલન કર્યું".
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org