________________
જીવદયાના જોતિધર
મવામાં જીવંત સ્વામી શ્રી મહાવીરસ્વામી પ્રભુનું વિશાળ જિનમંદિર છે. તેની બાજુમાં જ શ્રીસંઘની માલિકીનું ધર્મશાળા જેવું “દાનશાળા” નામનું એક મકાન હતું. એકવાર મુનિશ્રી ઉદયવિજયજી મ. વિગેરે મુનિઓ દેરાસરે દર્શન કરીને એ દાનશાળા જેવા ગયા. દાનશાળાની જોડાજોડ જ પૂર્વ તરફ એક જુના ઘરમાં એક બ્રાહ્મણ ડોશીમાં રહેતા હતા. જોતાં જતાં તેઓ એ ડોશીમાના ઘર પાસે પહોંચ્યા, ત્યારે એ ડોશીમા કહેઃ મહારાજ ! તમારા ગુરૂમહારાજને જન્મ અહીં–હું રહું છું એ મકાનમાં થયો હતો.
આ સાંભળી સૌ આશ્ચર્ય પામ્યા. કારણ કે-શ્રી દિવાળીબેન વિ. તેરણીયા કૂવા પાસેના બીજા મકાનમાં રહેતા હતા. એટલે પૂ. ગુરુદેવનો જન્મ આ ડોશીમાવાળા મકાનમાં કેવી રીતે થયો હોય?
સાશ્ચર્યભાવે તેઓ બધાં ઉપાશ્રયે આવ્યા, અને વ્યાખ્યાન સમયે શ્રી દિવાળીબા આવ્યા ત્યારે તેમને પૂછતાં તેઓએ જણાવ્યું કે-“એ ડોશીમાની વાત સાચી છે. અમે પહેલાં ત્યાં રહેતા હતા, અને મહારાજ સાહેબને જન્મ પણ તે મકાનમાં જ થયો હતો.”
આ સાંભળીને મુનિશ્રી ઉદયવિજયજી મ. ને વિચાર આવ્યો કે-આ ડોશીમા જીવે ત્યાં સુધી ભલે એ મકાનમાં રહે. પણ ત્યારપછી પૂ. ગુરુદેવનું જન્મસ્થાનમાં કોઈ પણ પ્રકારને આરંભ-સમારંભન જ થવું જોઈ એ. માટે એ મકાનને વેચાતું લઈ લેવામાં આવે તો સારું.
તરતજ તેઓશ્રીએ ખંભાત-શેઠ પુરૂષોત્તમદાસ પોપટલાલને પત્ર લખીને બધી હકીકત જણાવી, ને આ મકાન ખરીદી લેવા માટે પ્રેરણા આપી. શેઠ પુરૂષોત્તમભાઈએ પણ જવાબમાં જણાવ્યું કે “ગમે તે કિંમત થાય, તે પણ અમારા તરફથી એ મકાન મહુવાને શ્રીસંઘ ખરીદી લે.”
શ્રીસંઘે પણ એ મુજબ એ મકાન ખરીદી લીધું. આમ પૂજ્ય ગુરુભગવંતશ્રીના જન્મસ્થાનમાં આરંભ-સમારંભ બંધ થયે.
આ ચોમાસામાં પૂજ્યશ્રી પાસે શેઠ કસ્તૂરભાઈ અમરચંદ ખંભાતવાળાના પુત્ર શ્રી દલસુખભાઈ વિ. વિદ્યાથીઓ (જંગમ પાઠશાળાના) વ્યાકરણ-આદિને અભ્યાસ કરવા માટે રહ્યા હતા.
તેમજ-શા. ગોકળદાસ અમથાશા કે જેઓ પાછળથી પૂજ્યશ્રીના શિષ્ય મુનિશ્રી સુભદ્રવિજયજી મ. તરીકે થયા, તેઓ પણ ઘણી વાર અમદાવાદથી આવીને રહેતા.
શ્રી ગોકળદાસ મેટ્રિક (Matriculation) સુધી જ ભણેલ, છતાં ઇંગ્લીશ (English) ભાષા ઉપર તેમનું અજબ પ્રભુત્વ હતું. ઈગ્લીશ લખવું, વાંચવું, અને બોલવું, એ ત્રણે ઉપર તેમને અજબ કાબૂ હતે. વળી તેઓ ઈંગ્લીશમા અપીલે પણ એવી સટ લખતા, કે મેટા સોલીસીટરે પણ એ વાંચીને મોંમાં આંગળી નાખી જતા.
શ્રીસિદ્ધાચલજી તીર્થ સંબંધમાં કેસ (Case) ચાલુ હતો. એમાં અપીલ લખવા માટે શેઠશ્રી મનસુખભાઈએ એક સારે સોલીસીટર રેકવાનું પૂજ્યશ્રીને જણાવ્યું. એટલે તેઓશ્રીએ એ કેસના કાગળો મગાવ્યા, અને તે શ્રીગોકળદાસને આપ્યા. ગોકળદાસભાઈ પણ
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org