________________
૮૮
શાસનસમ્રાટ
નેમનાથ પ્રભુના દર્શન ન કરું, ત્યાં સુધી મારે અન્ન-જળ ત્યાગ છે.” આવી આકરી પ્રતિજ્ઞાનું પાલન કરતાં તેઓ ખંભાત સુધી આવ્યા. પણ ત્યાં તેમની તબિયત લથડી. એ જોઈને શ્રી સંઘની વિજ્ઞપ્તિથી પ.પૂ. આચાર્ય ભગવંત શ્રીબમ્પટ્ટિસૂરીશ્વરજી મહારાજે શ્રીઅંબિકાદેવીને આરાધના કરવાપૂર્વક બોલાવીને આ પરિસ્થિતિમાં કોઈ ઉપાય સૂચવવા વિનંતિ કરી. શ્રી અંબિકાદેવીએ તે જ સમયે શ્રીનેમનાથપ્રભુનું એક બિંબ લાવી આપીને કહ્યું: “આ બિંબના દર્શન-પૂજન કરવાથી રાજાની પ્રતિજ્ઞા પૂર્ણ થઈ ગણાશે.” આથી સકલસંઘમાં આનંદ આનંદ વર્તાય. રાજાએ પણ પ્રભુનાં દર્શન કરી પોતાની પ્રતિજ્ઞા પૂર્ણ કરી, ને પારણું કર્યું.
| કિંવદન્તી એવી છે કે-અંબિકાદેવીએ આમરાજા માટે લાવેલું એ બિંબ, એ જ આ શ્રી નેમિનાથ પ્રભુનું બિંબ છે.
બીજી એક લોકોક્તિ એવી પણ છે કે આ દેરાસરથી માંડીને શ્રી ગિરનાર પર્યન્તનું સળંગ ભોંયરું છે.
પ્રતિષ્ઠા થયા પછી શ્રી સંઘની વિનંતિથી પૂજ્યશ્રીએ ૧૯૬૩નું એ ચાતુર્માસ પણ ત્યાં જ કર્યું. - આ ચોમાસામાં પૂજ્યશ્રીએ સ્વસંગૃહીત પ્રાચીન હસ્તલિખિત ગ્રન્થ-પ્રતિઓની સેંધ કરીને એ બધાં ગ્રન્થ ઉપર સંરક્ષણ માટે રૂમાલ–વિ. બંધાવ્યા.
શેઠ મનસુખભાઈ, તથા શેઠ લાલભાઈ દલપતભાઈ વગેરે આણંદજી કલ્યાણજી પેઢીના અગ્રણીઓ શ્રી શત્રુંજય આદિ તીર્થોના કાર્ય માટે પ્રાયઃ દર રવિવારે ખંભાત પૂજ્યશ્રી પાસે આવતા. અને તે કાર્યોમાં પૂજ્યશ્રીનું બુદ્ધિમત્તાભર્યું માર્ગદર્શન મેળવતા.
શેઠ પોપટભાઈ અમરચંદના કુટુંબમાં એ નિયમ હતો કે છોકરો ઉંમરલાયક થાય એટલે એણે ઉપધાન તપની આરાધના કરવી જ જોઈએ. આ વખતે પણ શેઠ પોપટભાઈના નાનાભાઈ શ્રી ઉજમશીભાઈ ઉંમરલાયક થયા છતાં શારીરિક કારણને લીધે ઉપધાન નહોતા કરી શકતા. તેથી શેઠ પુરુષોત્તમદાસભાઈ તેમને વારંવાર પ્રેરણા કરીને પૂજ્યશ્રી પાસે લઈ આવ્યા. પૂજ્યશ્રીએ પણ એ વિષે તેમને પ્રેરણા કરી. તેથી તેમને (ઉજમશીભાઈને) ઉપધાન કરવાની ભાવના થઈ. એટલે આ માસમાં શેઠ પોપટભાઈ અમરચંદ તરફથી પૂજ્યશ્રીની નિશ્રામાં ઉપધાન તપની ભવ્ય-આરાધના કરવામાં આવી. શ્રી ઉજમશીભાઈએ પણ હિંયાની ભાવનાથી ઉપધાન કર્યા.
આ તરફ-વડોદરામાં ચાતુર્માસ બિરાજેલા પૂજ્યશ્રીના શિષ્ય મુનિશ્રી ઋદ્ધિવિજયજી મહારાજને “દમ”ને વ્યાધિ હતે. તે જ વ્યાધિમાં તેઓ વડોદરામાં કાળધર્મ પામ્યા. પૂજ્યશ્રીને એક વિનયી-ભક્તિવંત તથા અભ્યાસી શિષ્ય રત્નની ખોટ પડી.
એ મુનિશ્રી અદ્ધિવિજ્યજી મ.ના ઉપદેશથી વડેદરાના શ્રી જેચંદભાઈ નામક એક ભાવિક ગૃહસ્થ પ્રતિબોધ પામેલા, તેઓ દીક્ષા ગ્રહણ કરવા માટે ચોમાસા પછી ખંભાત પૂજ્યશ્રી પાસે આવ્યા.
કાર્તિક વદિ ૧૧ના શુભ દિવસે પૂજ્યશ્રીએ તેમને દીક્ષા આપીને સ્વશિષ્યરત્ન મુનિશ્રી ઉદયવિજયજી મ. ના શિષ્ય તરીકે મુનિશ્રી જયવિજયજી મ. નામે સ્થાપિત કર્યા.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org