________________
ه فا
-
પેલા મ્હેરા જોષીને આ વાતની ખબર પડતાં તેમણે પ્રચાર કર્યો કે પ્રતિષ્ઠા થશે - તેા મનસુખભાઈ શેડ પાયમાલ થઈ જશે. વિ. વિ.
પણ આપણા ચરિત્રનાયકશ્રી તથા શેડ મનસુખભાઈ કાર્ય કરવામાં માનતા હતા, ખેલવામાં નહિં. તેમણે આ જ્જુઠ્ઠા પ્રચારની પરવા કર્યાં વગર મુકરર કરેલા દિવસે અને મુહૂર્ત ભારે ઉલ્લાસ અને ઉમંગથી મહેાત્સવ ઉજવવાપૂર્વક પ્રતિષ્ઠા કરી.
શાસનસમ્રાટ્
જો આ મુહૂર્ત
અને બ્રુટની આવરદા બહુ તે સાડાત્રણ દહાડા.” પેલા જોષીના પ્રચાર પાગળ જ નીકળ્યેા. અને આ પ્રતિષ્ઠા પછી તે મનસુખભાઈ શેડની જાહેાજલાલી તેમજ ઉન્નતિ ઉદ્ગીયમાન ચદ્રની જેમ સાળે કળાએ વધી. આમ થવાથી પ્રતિષ્ઠા-મુહૂત આપનાર શ્રીનાથા જોષી પર શેડને વિશ્વાસ અને આદર વધી ગયા. અને તેમને દરેક રીતે શેઠે સુખી કરી દીધા.
આ અરસામાં ભાવનગરના આગેવાન ક્રેવિય શ્રી ગિરધરલાલ આણુજી પૂજ્યશ્રીને ચેાગેાદ્દહન માટે વિનંતિ કરવા આવ્યા. પૂજ્યશ્રીના વડીલ ગુરૂષ પૂજ્ય પં. શ્રીગંભીરવિજયજી મહારાજે તેમને માકલ્યા હતા. તેમણે વિનંતિ કરીઃ “સાહેબ ! પૂજ્ય પંન્યાસજી મહારાજે આપને ભાવનગર પધારવાનુ કહેવરાવ્યુ છે. સાથે કહ્યું છે કેઃ મારી અવસ્થા હવે પુખ્ત થવા આવી છે. અને તમને (પૂજ્યશ્રીને) યોગેન્દ્વહન કરાવવાના છે. માટે સાહેબ ! આપ વિહાર કરી ભાવનગર પધારો.’”
જો કે આ પૂર્વે શેઠ મનસુખભાઈ તથા ઝવેરી છોટાભાઈ એ પૂજ્યશ્રીને ઘણી વખત વિન`તિ કરી હતી. કે- આપશ્રી પૂ. પ. શ્રીક્રયાવિમળજી મ. પાસે યોગેન્દ્વહન કરી. પણ પૂજ્યશ્રીએ એ માટે ના કહી હતી. તેવી જ રીતે શ્રી ગિરધરભાઈ ને પણ તેઓશ્રીએ કહ્યું: ગિરધરભાઈ ! પૂજય પન્યાસજી મ. ની દરેક ઈચ્છા—આજ્ઞા મારે બહુમાન્ય જ હાય, વળી મારી પણ યાગ વહેવાની પૂર્ણ ભાવના છે. પણ શારીરિક કારણે હું તે તરફ આવી શકુ તેમ નથી.
ગિરધરભાઈ કહે : પણ સાહેબ ! પૂજ્ય પંન્યાસજી મહારાજે આપશ્રીને કહેવરાવ્યું છે કે “આપણા પૂજ્ય ગુરૂદેવશ્રી વૃદ્ધિચંદ્રજી મ. મને આજ્ઞા ફરમાવી ગયા છે કે-નેમવિજયજીએ યાગ વહેવા, ને તારે વહેવરાવવા. આ ગુર્વજ્ઞા તે। મારે તેમજ તમારે શિરસાવન્ધ છે, માટે તમે આ તરફ આવા, જેથી એ આજ્ઞાનું પાલન આપણે બન્ને કરી શકીએ.’’
આના જવાબમાં પૂજ્યશ્રીએ જણાવ્યું કેઃ “ભાઈ ! પૂજ્ય પન્યાસજી મ. ની વાત યુક્ત જ છે. પૂજ્ય ગુરૂદેવની આજ્ઞા અમારે બન્નેએ પાળવી જ જોઇ એ. પણ શારીરિક અસ્વસ્થતાને કારણે હું હાલ ત્યાં આવી શકું તેમ નથી. મને એક વિચાર આવે છે કે- પૂ. પંન્યાસજી મ. આ તરફ પધાર્યાં નથી. તેઓશ્રી જે અહીં પધારે તે અતિઉત્તમ થાય. માટે તમે મારાવતી તેઓશ્રીને વિજ્ઞપ્તિ કરો, કે આપ અમદાવાદ પધારે, તા ઘણી શાસનશાભા થશે.”
પૂજ્યશ્રીના જવાબ લઈ ને ગિરધરભાઈ ભાવનગર ગયા. ત્યાર પછી તરત જ પૂજ્યશ્રીએ પ્રેરણા કરીને શેઠ મનસુખભાઈ, ઝવેરી છેટાભાઈ વિ. અમદાવાદના લબ્ધપ્રતિષ્ઠ શ્રેષ્ઠિવરને ભાવનગરપૂ. પંન્યાસજી મ. ને વિનંતિ કરવા માકલ્યા.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org