________________
સમાવેશ કરેલ છે જે અનુક્રમણિકામાંથી જાણી શકાશે. આ સંકલનમાં ઘણું નામી – અનામી વ્યક્તિઓના શબ્દો – વાક લેવાયા છે તેમનો અત્રે આભાર વ્યક્ત કરીએ છીએ.
પાના નં. પ ઉપર છે. કે. જી. શાહના જે ત્રણેક પુસ્તક પ્રકાશન માટે તૈયાર છે એમ છપાયું છે તેમાંથી જ્ઞાન – પદ પૂજાઓ”નું પુસ્તક “શ્રી અકલંક ગ્રંથમાળા'ના પુષ્પ નં. ૧૧૭ તરિકે પ્રકાશિત થઈ ગયેલ છે, જેમાં પરિશિષ્ઠ-૨ જૈન દર્શનમાં છ દ્રવ્ય અને નવ તત્વનું સ્વરૂપ, તથા પરિશિષ્ઠ-૩ “સ્વાદુવાદ અથવા અનેકાન્તવાદ છપાયા છે, પરંતુ પરિશિષ્ઠ૧ પીસ્તાલીસ આગમ” વિશેનું છપાયું નથી તે આ ગ્રન્થ માળાના આગામી પુસ્તકમાં છપાશે જેમાં આ બાબત જણાવવામાં આવશે–પ્રાયઃ “ઉપાસક દશાંગ પુસ્તક છપાય છે તેમાં સમાવેશ થશે. (આ પુસ્તક પાલિતાણામાં છપાયેલ હોવાથી ઘણી જ અશુદ્ધિઓવાળા છે.)
આ પુસ્તકની છપાઈમાં બને તેટલી કાળજી લીધા છતાં દષ્ટિ–દોષ કે પ્રેસ-દોષ (Printer's Devil) થી કાઈ પણ અશુદ્ધિ કે ભૂલ રહી ગઈ હોય તો તે માટે મિથ્યા – દુષ્કૃત કહી પ્રસ્તાવના સમાપ્ત કરીએ છીએ.
જુઓ પાનું ૭ – અમે “શ્રી ગુરુ ગૌતમ બરાબર સુધારીને આપેલું છતાં મુદ્રકે “ગાતમ” છાપી નાખ્યું–બે માત્રા પ્રેસમાં ઉડાડી દીધા! અવુિં છે, શું થાય. આ આપણા દેશી પ્રેસ! શરૂઆતનું પાનું ૧૬ : “ઘણી વાર’ વાંચવું.
વીતરાગ પરમાત્મા સૌને કલ્યાણમય સત્-સુખ મેળવવા સદબુદ્ધિને પ્રેરણા આપે એવી શુભ ભાવનાથી વિરમીએ છીએ.
જિન આણ”વિરૂદ્ધ પ્રમાદથી કે અજ્ઞાનથી લખાણું હોય તે ક્ષમા યાચીએ છીએ.
ૐ તત્ સત્ ઃ સુષુ કિ બના?
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org